એક કાર અકસ્માતે જીંદગી બદલી નાંખનાર, પેરાલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીતનાર અવનીના પરિવાર વિશે જાણો
બે પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે, હવે પેરાલિમ્પિકમાં અવની લેખારા પાસે કુલ 3 મેડલ છે.11 વર્ષની ઉંમરે એક કાર અકસ્માતે તેની જીંદગી બદલી નાંખી હતી. અવની લેખારા માટે પરિવારનો સંપૂર્ણ સપોર્ટ રહ્યો છે, ત્યારે અવની લેખારાના પરિવાર વિશે વાત કરીએ.
1 / 10
અવનીના પરિવાર વિશે તેમજ તેના કરિયર વિશે આજે આપણે વાત કરીએ. અવનીના પિતાનું નામ પ્રવીણ લેખારા છે, માતાનું નામ શ્વેતા લેખારા છે, અવનીને એક ભાઈ છે તેનું નામ અર્ણવ લેખારા છે.
2 / 10
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું ખુલી ચૂક્યું છે. ભારતની બે દીકરીઓએ એક જ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા છે. શૂટર અવની લેખારાએ ફરી એકવાર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો આજે આપણે અવની લેખારાના પરિવાર વિશે જાણીએ.
3 / 10
અવનીએ 10 મીટર એર રાઈફલ SH1માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અવની લેખારાએ 2020 પેરાલિમ્પિકમાં 10 મીટર એર ઈવેન્ટ SH-1માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
4 / 10
અવની લેખારાનો જન્મ 8 નવેમ્બર 2001 જયપુરમાં થયો છે. રાજસ્થાનની એક ભારતીય પેરાલિમ્પિયન અને રાઈફલ શૂટર છે.તેમણે 2020 સમર પેરાલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગમાં ગોલ્ડ મેડલ અને 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે કુલ બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
5 / 10
તે એક જ પેરાલિમ્પિક ગેમ્સમાં વધુ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પણ છે. વિશ્વ શુટીંગ પેરા સ્પોર્ટ રેન્કિંગ મુજબ લેખારાને મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 માં વિશ્વ નંબર 1નો ક્રમ આપવામાં આવ્યો છે. રાજસ્થાન સરકાર દ્વારા તેને મદદનીશ વન સંરક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી છે.
6 / 10
પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર લેખારા પ્રથમ ભારતીય મહિલા છે. તેણે ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રાથી પ્રેરિત થઈ 2015માં શૂટિંગમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યા છે.
7 / 10
3 સપ્ટેમ્બર 2021ના રોજ તે મહિલાઓની 50 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યા બાદ પેરાલિમ્પિકના ઈતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પેરાલિમ્પિયન બની હતી.
8 / 10
2012માં 11 વર્ષની ઉંમરે એક કાર અકસ્માતે તે paraplegiaનો શિકાર બની હતી. તેના પિતાએ તેને રમતગમતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી તીરંદાજીની તાલીમ લીધી પરંતુ શૂટિંગમાં જતી રહી જેમાં તેનો સાચો જુસ્સો મળ્યો.
9 / 10
તે હાલમાં રાજસ્થાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. અવની અનેક મેડલ પણ જીતી ચૂકી છે.2021 ખેલ રત્ન એવોર્ડ, ભારતનો સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતુ. 2022માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવી હતી. તેમજ 2022માં રમતગમતમાં શ્રેષ્ઠતા માટે FICCI FLO એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીતી ચૂકી છે.
10 / 10
2015માં તે જયપુર ભારતના જગતપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શૂટિંગ શરૂ કર્યું હતુ. આજે દેશનું નામ રોશન કરી રહી છે.
Published On - 7:04 pm, Fri, 30 August 24