Paris Olympics 2024 : ભારત માટે યાદગાર રહ્યો પેરિસ ઓલિમ્પિક 2024, અનેક મોટા રેકોર્ડ બન્યા
ભારત માટે પેરિસ ઓલિમ્પિક 2024 ખુબ જ યાદગાર રહ્યો છે. દેશના ધુંરધરોએ આ વખતે અનેક રેકોર્ડ બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ ઓલિમ્પિક ભારત માટે કેમ યાદગાર રહ્યો છે.
1 / 8
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અનેક ઐતિહાસિક સફળતાઓ પ્રાપ્ત કરી છે. આ દરમિયાન અનેક એવી ક્ષણો રહી છે. જેમાં ભારત નાના અંતરથી મેડલ જીતવાનું ચૂકી ગયું છે. ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અનેક રેકોર્ડ બનાવ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કુલ છ મેડલ જીત્યા છે. જેમાં 5 બ્રોન્ઝ મેડલ છે અને એક સિલ્વર મેડલ છે.
2 / 8
તો ચાલો જોઈએ ભારતે પેરિસ ઓલિમ્પિકમાં ક્યાં કયા રેકોર્ડ બનાવ્યા છે. જેમાં 21 વર્ષ અને 24 દિવસની ઉંમરમાં અમન સહરાવતે ઓલિમ્પિકમાં વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે મેડલ જીતનારો સૌથી નાની ઉંમરની વિજેતા બન્યો છે.
3 / 8
મણિકા બત્રા ઓલિમ્પિકમાં સિંગ્લ ઈવેન્ટમાં પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની છે.
4 / 8
નીરજ ચોપરા સ્વતંત્ર ભારત પહેલા ટ્રૈક એન્ડ ફીલ્ડ એથલીટ બન્યો છે. જેમણે ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે.
5 / 8
1972ના મ્યૂનિખ બાદ પહેલી વખત ભારતે પુરુષ હોકીમાં 2 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. તેમજ ભારતે 52 વર્ષમાં પહેલી વખત ઓલિમ્પિકમાં પુરુષ હોકી ટીમે ઓસ્ટ્રેલિયાની હરાવ્યું છે.
6 / 8
લક્ષ્ય સેન ઓલિમ્પિક રમતમાં સિંગલ સેમીફાઈનલમાં પહોંચનારો પહેલો ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બન્યો છે.
7 / 8
તેમજ મનુ ભાકર ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી મહિલા શૂટર પણ બની છે. મનુ ભાકર-સરબજોત સિંહે ઓલિમ્પિકમાં ભારતને પહેલો શૂટિંગ ટીમ મેડલ જીતાડ્યો હતો.
8 / 8
પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં 3 મેડલજીત્યા બાદ ભારતે ઓલિમ્પિકમાં કોઈ એક રમતમાં સૌથી વધુ મેડલ જીત્યા છે.મનુ ભાકર ઓલિમ્પિકની એક સિઝનમાં બે મેડલ જીતનાર સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લેટ બની હતી.