PHOTOS: આ મંદિરમાં છે દેશનું સૌથી મોટું શિવલિંગ, મંદિરની ભવ્યતા જોઈને ભાવિકો થાય છે અભિભુત

|

Mar 01, 2022 | 5:13 PM

આ મંદિર તેની ભવ્યતાના કારણે જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે,સાથે જ આ મંદિરની અન્ય વિશેષતાઓ પણ લોકોને આકર્ષી રહી છે. આ દેશનું સૌથી ઊંચું શિવલિંગ આકારનું મંદિર છે.

1 / 5
ઔરંગાબાદ પાસે ઐતિહાસિક ઈલોરા ગુફાઓ અને બારમા જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વર મહાદેવ મંદિરથી એક કિલોમીટરના અંતરે દેશનું સૌથી મોટું શિવલિંગ આકારનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર વિશ્વકર્મા મંદિર પરિસરમાં બનાવવામાં આવ્યું છે.

2 / 5

મંદિરના ગર્ભગૃહમાં એક જ જગ્યાએ 12 જ્યોતિર્લિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. લગભગ 23 વર્ષથી ચાલી રહેલા આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે.

3 / 5

 મંગળવારે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.સાથે જ વિશ્વકર્મા દેવસ્થાન ટ્રસ્ટના સદગુરુ શ્રી મહેન્દ્રબાપુ ઇલોદગઢના માર્ગદર્શન હેઠળ અહીં પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

4 / 5

મળતી માહિતી અનુસાર,મહાશિવરાત્રીની સવારે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેથી ગુજરાત, મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ હતુ.

5 / 5
આ મંદિરની ઊંચાઈ લગભગ 60 ફૂટ છે.આ ભવ્ય મંદિર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Next Photo Gallery