
12 Jyotirlinga : (1) સોમનાથ જ્યોતિર્લિંગ - ગુજરાત, (2) મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ - આંધ્ર પ્રદેશ, (3) મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ - મધ્ય પ્રદેશ, (4) ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ - મધ્ય પ્રદેશ, (5) કેદારનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરાખંડ, (6) ભીમાશંકર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર, (7) કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ - ઉત્તર પ્રદેશ, (8) ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર, (9) વૈદ્યનાથ જ્યોતિર્લિંગ - ઝારખંડ, (10) નાગેશ્વર જ્યોતિર્લિંગ - ગુજરાત, (11) રામેશ્વરમ જ્યોતિર્લિંગ - તમિલનાડુ, (12) ધુમેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.

Shivlinga Fact : શિવલિંગનો અર્થ : શિવલિંગનો અર્થ શાસ્ત્રોમાં આ રીતે વર્ણવવામાં આવ્યો છે - અનંત એટલે કે જેનો ન તો કોઈ આરંભ છે અને ન તો કોઈ અંત. શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક આદિ-અનાદિ સ્વરૂપ માનવામાં આવે છે. તેમજ 'લિંગ' નો અર્થ પ્રતીક છે. શિવલિંગનો ઉપરનો ભાગ શિવજીનું પ્રતિક માનવામાં આવે છે અને નીચેના ભાગને માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે. શિવલિંગ ભગવાન શિવના પ્રતીક તરીકે મનુષ્યો દ્વારા બનાવવામાં આવે છે અને પૂજા માટે મંદિરોમાં સ્થાપિત થાય છે.

Shivlinga and Jyotirlinga : શિવલિંગની પૂજા કરવા માટે કોઈ પૂજારી કે બ્રાહ્મણ દેવની જરુર પડતી નથી. કોઈ પણ સામાન્ય મનુષ્ય શિવલિંગની પૂજા કરી શકે છે. કેમ કે ભગવાન શિવ કોઈ નિયમમાં બંધાયેલા નથી. શિવ બધાના છે. શિવલિંગ માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. જ્યોર્તિંલિંગ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. જ્યોર્તિંલિંગનો અર્થ થાય છે કે જ્યોતિ સ્વરુપે ભગવાનનું પ્રગટ થવું. એટલે કે જ્યાં-જ્યાં શિવજી જ્યોતિ સ્વરુપે પ્રગટ થયા છે, તે સ્થાન જ્યોતિર્લિંગ સ્વરુપ પૂજવામાં આવે છે.

Shivlinga Puja : એવા ઘણા શિવલિંગ છે જેને 'સ્વયંભુ' માનવામાં આવે છે. કેટલાક ભક્તો પોતાના ઘરના મંદિરમાં શિવલિંગનું નાનું સ્વરુપ પણ રાખે છે અને તેની નિયમિત પૂજા કરે છે. શિવલિંગની પૂજા દરમિયાન ભગવાન શિવને દૂધ, દહીં, ફૂલ અને ફળ વગેરે પણ અર્પણ કરવામાં આવે છે.

(Disclaimer : આ લેખમાં દર્શાવેલ ઉપાયો/લાભ/સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય માહિતી માટે છે.Tv 9 Gujarati આ લેખ વિશેષતામાં અહીં જે લખ્યું છે તેને સમર્થન આપતા નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/ઉપદેશો/માન્યતાઓ/શાસ્ત્રો/દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય કે દાવો ન માને અને તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. Tv 9 Gujarati મીડિયા અંધશ્રદ્ધાની વિરુદ્ધ છે.)
Published On - 10:14 am, Thu, 25 July 24