ટોસ સમયે રોહિત સિક્કો ભૂલી ગયો તો રિઝવાને બેટ લીધા વિના કર્યા રન-IND-PAK મેચની જાણો યાદગાર મોમેન્ટ્સ- Photos

|

Jun 10, 2024 | 6:41 PM

ભારત પાકિસ્તાનની T-20 મેચ દરમિયાન કેટલીક મોમેન્ટ યાદગાર બની ગઈ હતી. જેમા ટોસ ઉછાળવા સમયે રોહિત સિક્કો ભૂલી ગયો હતો. તો આ તરફ સિરાઝની ઓવરમાં રિઝવાન બેટ લીધા વિના જ રન લેવા માટે દોડી ગયો. જાણો મેચની આવી કેટલીક યાદગાર મોમેન્ટ્સ

1 / 5
રવિવારે રાત્રે ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયા પાકિસ્તાનની T-20 મેચ દરમિયાન  ટોસ સમયે રોહિત ઉછાળવા માટેનો સિક્કો ક્યા રાખ્યો એ ભૂલી ગયો. પ્રેઝન્ટર રવિ શાસ્ત્રીએ જ્યારે તેને ટોસ ઉછાળવાનું કહ્યુ તો રોહિત કોઈન ભૂલી ગયો હતો કે કોઈન ક્યાં રાખ્યો છે. જો કે બાદમાં તેણે ખિસ્સામાંથી કોઈન કાઢ્યો હતો. રોહિત ભૂલી ગયો હતો કે કોઈન તેના ખિસ્સામાં જ છે.

2 / 5
આ મેચમાં એવુ પણ જોવા મળ્યુ કે પાકિસ્તાની ક્રિકેટર રિઝવાન બેટ લીધા વિના જ રન લેવા દોડી ગયો. સિરાઝની ઓવરમાં બાબર આઝમ અને રિઝવાન ઓપનિંગ કરી રહ્યા હતા. સિરાઝના થ્રો માં રિઝવાનના હાથમાંથી બેટ ફેંકાઈ ગયુ અને તે બેટ લીધા વિના જ રન માટે દોડી ગયો હતો.

3 / 5
9મી ઓવરમાં હાર્દિક અને ઉસ્માન ક્રિઝ પર સામસામે ટકરાયા હતા. ત્રીજા બોલ પર રિઝવાને લેગ શોટ ફટકાર્યો અને નોન સ્ટ્રાઈક પર રેલો ઉસ્માન રન લેવા દોડ્યો, એ સમયે જ હાર્દિક ફિલ્ડ માટે દોડ્યો અને બંને જોરદાર ટકરાયા. જો કે હાર્દિકે ઉસ્માનની વિકેટ લેવા બોલ ફેંક્યો પણ થ્રો ન થયો. નહીં તો ઉસ્માન રન આઉટ થઈ ગયો હોત.

4 / 5
જીતવાની પુરી શક્યતા ધરાવતી પાકિસ્તાનની ટીમને જીતવા માટે 21 રનની જરૂર હતી ત્યારે 19મી ઓવર નાખવા આવેલો બુમરાહે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી અને પાકિસ્તાનની ટીમ પ્રેશરમાં આવી ગઈ.

5 / 5
ઈન્ડિયા પાકિસ્તાનની મેચ જોવા માટે વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ક્રિસ ગેલ એકદમ અલગ જ લુકમાં આવ્યો હતો. ગેલે ભારત-પાકિસ્તાનના ફ્લેગને રિપ્રેઝન્ટ કરતુ બ્લેઝર પહેર્યુ હતુ. આ બ્લેઝર પર ગેલે  બંને દેશના ખેલાડીઓના ઓટોગ્રાફ પણ લીધા હતા.

Published On - 6:40 pm, Mon, 10 June 24

Next Photo Gallery