Kokum sharbat recipe : કાળઝાળ ગરમીથી બચવા માટે ઘરે જ બનાવો કોકમનો શરબત, આ રહીં સરળ રીત

|

Mar 28, 2025 | 2:58 PM

ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડા પીણા પીવાનું શરુ કરી દેતા હોય છે. ત્યારે કેટલીક વખત બજારના ઠંડા પીણા પીવાથી બીમાર થઈ જવાય છે. ત્યારે આજે અમે તમને ઘરે જ કોકમ શરબત બનાવવાની સરળ રીત જણાવીશું.

1 / 5
કાળઝાળ ગરમીમાં ગોવા અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે પીવામાં આવતું પીણું એટલે કોકમ શરબત. આ શરબત સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી 
લાગે છે, આ સાથે તેનું સેવન કરવાથી પણ અનેક લાભ થાય છે.

કાળઝાળ ગરમીમાં ગોવા અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે પીવામાં આવતું પીણું એટલે કોકમ શરબત. આ શરબત સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, આ સાથે તેનું સેવન કરવાથી પણ અનેક લાભ થાય છે.

2 / 5
કોકમ શરબત બનાવવા માટે કોકમ ફળ, પાણી, ખાંડ, એલચી પાઉડર, જીરું પાઉડર અને સંચળ સહિતની સામગ્રીની જરુરત પડશે.

3 / 5
કોકમ શરબત બનાવવા માટે સૌથી પહેલા કોકમને સારી રીતે સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને કાપી તેના બીજ અલગ કરી લો. હવે તેનો પલ્પ અને બહારનો ભાગ પીસી લો. જ્યારે તે સારી રીતે બ્લેન્ડ થઈ જાય ત્યારે તેને ગળણીથી ગાળી લો.

4 / 5
ત્યારબાદ એક વાસણમાં ખાંડની ચાસણી તૈયાર કરો. ચાસણી ઘટ્ટ થઈ જાય તેમાં કોકમનો પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં જીરું પાઉડર અને એલચી પાઉડર ઉમેરો.

5 / 5
હવે આ મિશ્રણમાં થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો. તે ઠંડુ થાય પછી તેને એક ગ્લાસમાં એક કે બે ચમચી કોકમનું સીરપ ઉમેરી બરાબર મિક્સ કરી તેને સર્વ કરી શકો છો.

Published On - 2:53 pm, Fri, 28 March 25