Shahi Tukda Recipe : રમઝાન પર ઘરે જ બનાવો સ્વાદિષ્ટ શાહી ટુકડા, જાણો રેસિપી

|

Mar 27, 2025 | 9:16 AM

ભારતમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ઘરે બનાવવામાં આવે છે. ભારતમાં જુદાં- જુદાં ધર્મના લોકો વસવાટ કરતા હોય છે. જેથી તેમના તહેવાર પર જુદી-જુદી મીઠાઈઓ બનાવવામાં આવતી હોય છે તો આજે શાહી ટુકડા બનાવવાની રેસિપી જાણો.

1 / 5
ક્રિસ્પી શાહી ટુકડા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે. ક્રિસ્પી શાહી ટુકડા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જે નાના બાળકોથી લઈને વૃદ્ધાઓ બધાને જ ખૂબ જ પસંદ હોય છે.

2 / 5
શાહી ટુકડા ઘરે બનાવવા માટે બ્રેડ, ઘી, દૂધ, ઈલાયચી, કેસર, ગુલાબજળ, કન્ડેન્સ્ડ મિલ્ક, મિલ્ક પાવડર , કોર્નફ્લોર, પિસ્તા અને ગુલાબની પાંખડીઓની જરુરત પડશે.

3 / 5
શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલા બ્રેડના 2 કે 3 નાના ટુકડાઓમાં કાપી લો. ત્યારબાદ તેને એક પેનમાં 5-6 ચમચી ઘી લો અને બ્રેડના ટુકડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

4 / 5
ત્યારબાદ એક પેનમાં 1/2 લીટર દૂધ લો તેમાં 2 ચમચી દૂધ પાઉડર ઉમેરો. દૂધનો પાઉડર તેમાં બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો.

5 / 5
હવે તેમાં એલચી પાઉડર, કેસર, ડ્રાયફ્રુટસ ઉમેરી બરાબર મિક્સ કરી ઉકળવા દો. દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી ઠંડુ થવા માટે મુકો.ત્યારબાદ તૈયાર કરેલા ક્રિસ્પી શાહી ટુકડા પર ઘટ્ટ દૂધ નાખી તેના પર પિસ્તા અને ગુલાબની પાંખડીઓથી ગાર્નિંશિગ કરી શકો છો.

Published On - 2:32 pm, Wed, 26 March 25