300 યુનિટ મફત વીજળી અને 78000 સુધીની સબસિડી, મોદી સરકારે આ યોજના માટે બહાર પાડી ગાઈડલાઇન

|

Aug 14, 2024 | 5:06 PM

PM-Surya Ghar scheme Guideline : મોદી સરકારે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરીમાં 'PM સૂર્ય ઘર મફત વીજળી યોજના' શરૂ કરી હતી. આ માટે વિવિધ ગાઈડલાઇન પણ બહાર પાડવામાં આવી છે જે દરેક લોકોએ એક વાર જાણવી ખૂબ  જરૂરી છે.

1 / 5
સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં 'PM સૂર્ય ઘર મફત વીજળી યોજના' શરૂ કરી હતી. હવે સરકારે સોમવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 'મોડલ સોલાર વિલેજ'ના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર  કરી છે.

2 / 5
MNRE એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે, સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ સૌર ઊર્જાની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામીણ સમુદાયોને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભર બનાવવાનો છે.

3 / 5
મંત્રાલયે કહ્યું કે આ માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમાં પસંદ કરાયેલ દરેક મોડેલ સોલર વિલેજને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. MNRE એ 9 ઓગસ્ટ, 2024 ના રોજ મોડેલ સોલાર વિલેજના અમલીકરણ માટે આયોજન માર્ગદર્શિકા સૂચિત કરી હતી. ગામડાઓની પસંદગી સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાની સમિતિ ગામની પસંદગી કરશે. છ મહિના પછી સ્થાપિત થયેલ એકંદર વિતરિત રિન્યુએબલ એનર્જી ક્ષમતાના આધારે ગામોનું મૂલ્યાંકન કરવામાં આવશે.

4 / 5
માર્ગદર્શિકા મુજબ ગામને સ્પર્ધાત્મક પ્રક્રિયા હેઠળ ધ્યાનમાં લેવાતું મહેસૂલ ગામ હોવું જોઈએ. તેની વસ્તી 5,000 (અથવા વિશેષ શ્રેણીના રાજ્યો માટે 2,000) કરતાં વધુ હોવી જોઈએ. આ યોજનાનો અમલ રાજ્ય/યુટી રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા જિલ્લા સ્તરીય સમિતિની દેખરેખ હેઠળ કરવામાં આવશે. આ સુનિશ્ચિત કરશે કે પસંદ કરેલા ગામોને અસરકારક રીતે સૌર ઉર્જા સમુદાયોમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ દેશભરના અન્ય ગામો માટે મોડેલ તરીકે કામ કરશે.

5 / 5
તમને જણાવી દઈએ કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં મફત વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેનો ઉદ્દેશ રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતાનો હિસ્સો વધારવાનો અને રહેણાંક મકાનોને વીજળી ઉત્પન્ન કરવા માટે સશક્તિકરણ કરવાનો છે. આ યોજના હેઠળ દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળીનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત, સરકાર આ યોજના હેઠળ ₹30000 થી ₹78000 સુધીની સોલાર સિસ્ટમ પર સબસિડી પણ આપે છે. દેશના 1 કરોડ પાત્ર પરિવારોને આ યોજનાનો લાભ મળવાનો છે. આ યોજનાનો ખર્ચ રૂ. 75,021 કરોડ છે અને તેને 2026-27 સુધીમાં અમલમાં મૂકવાની છે.

Next Photo Gallery