કુંભમાં બાળકોને લઈ જઈ રહ્યા છો? તો તેને ખોવાઈ જવાથી બચાવવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

|

Jan 13, 2025 | 11:56 AM

કુંભ મેળો એક અદ્ભુત અને પવિત્ર અનુભવ છે. અહીં લાખો ભક્તો આવે છે. આવી સ્થિતિમાં અહીં બાળકો ખોવાઈ જવાનો મોટો ભય રહેલો છે. જો તમે પણ બાળક સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો તો તમારે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે.

1 / 7
બાળકો ખૂબ જ તોફાની હોય છે અને નવી વસ્તુઓ જોવા માટે પણ ખૂબ ઉત્સાહિત હોય છે. તેઓ ભીડવાળી જગ્યાએ સરળતાથી ગભરાઈ શકે છે અથવા તેમના પરિવારથી અલગ થઈ શકે છે. આવી સ્થિતિમાં માતાપિતા માટે એ સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે તેમનું બાળક સુરક્ષિત અને તેમની દેખરેખ હેઠળ રહે. આજે આ ન્યૂઝમાં અમે તમને જણાવીશું કે કુંભ મેળામાં તમે તમારા બાળકોની સંભાળ કેવી રીતે રાખી શકો છો અને તેમને ખોવાઈ જવાથી કેવી રીતે બચાવી શકો છો.

2 / 7
બાળકોને કુંભમાં ખોવાઈ જવાથી બચાવવા માટેની ટિપ્સ : બાળકોને ઓળખ ચિહ્નો આપો - બાળકના કપડાં પર તેમનું નામ, માતાપિતાનું નામ અને સંપર્ક નંબર લખો અથવા બાળકના ગળામાં ID ટેગ લગાવો. બાળક ખોવાઈ જાય તો આ મદદ કરી શકે છે.

3 / 7
તમારા બાળકને એકલું ન છોડો : કુંભ મેળામાં ખૂબ જ ભીડ હોય છે. આવી સ્થિતિમાં બાળકે હાથ બિલકુલ છોડવો જોઈએ નહીં. જો શક્ય હોય તો ચાલતી વખતે બાળકને તમે તેડીને રાખો. તમારા બાળકને એવા મેળામાં લઈ જવાનું ટાળો જ્યાં ખૂબ ભીડ હોય.

4 / 7
મેળા પહેલા યોજના બનાવો: મેળામાં જતા પહેલા, પરિવારના બધા સભ્યો સાથે એક સ્થળ નક્કી કરો, જ્યાં જરૂર પડ્યે બધા મળી શકે. બાળકને પણ આ જગ્યા યાદ કરાવો.

5 / 7
રંગબેરંગી કપડાં પહેરો : તમારા બાળકને ભીડમાં સરળતાથી ઓળખી શકાય તે માટે તેને ચમકતા અને રંગબેરંગી કપડાં પહેરાવો. આનાથી તેઓ સરળતાથી દૂરથી પણ દેખાશે અને તમે તેમને સરળતાથી જોઈ શકશો.

6 / 7
બાળકને મહત્વપૂર્ણ માહિતી શીખવો: બાળકને શીખવો કે જો તે તેના પરિવારથી અલગ થઈ જાય તો તેણે પોલીસ અથવા સુરક્ષા કર્મચારીઓની મદદ લેવી જોઈએ. તેને તેનું નામ, માતા-પિતાનું નામ અને મોબાઇલ નંબર યાદ કરાવો.

7 / 7
તેને વોકી-ટોકી અથવા મોબાઈલ ફોન આપો : જો બાળક થોડું મોટું હોય તો તેને વોકી-ટોકી અથવા મોબાઈલ ફોન આપો. જેથી જો તે તમારાથી અલગ થઈ જાય તો તમે તેનો સંપર્ક કરી શકો.

Published On - 8:34 am, Mon, 13 January 25

Next Photo Gallery