IRCTCનું રામભક્તો માટે સ્પેશિયલ પેકેજ, અયોધ્યાથી રામેશ્વરમ સુધીનું 18 દિવસનું ટુર પેકેજ માત્ર આટલા રુપિયામાં

|

May 21, 2024 | 5:06 PM

હજુ બાળકોને ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે જો તમે આખા પરિવાર સાથે ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો એક વખત આ ટુર પેકેજ જોઈ લેજો.રામભક્તો માટે આ ટુર પેકેજ 18 દિવસ અને 17 રાતનું છે. જેમાં ભગવાન રામના જીવન સાથે જોડાયેલા અનેક સ્થળોની મુસાફરી કરાવવામાં આવશે.

1 / 5
રામભક્તો માટે આઈઆરસીટીસી એક શાનદાર ટુર પેકેજ લાવ્યું છે. આ ટુર પેકેજ 18 દિવસ અને 17 રાતનું છે. જેમાં શ્રદ્ધાળુઓને ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળો ફરવાની તક મળશે. આ ટ્રેન શ્રી રામાયણ યાત્રાના નામથી શરુ કરવામાં આવી છે. જે 7 જૂનના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે.

2 / 5
યાત્રાની શરુઆત શ્રીરામનું જન્મસ્થળ અયોધ્યાથી થશે. શ્રીરામ જન્મભૂમિ મંદિર, હનુમાનગઢી મંદિર અને નંદીગ્રામમાં ભરત મંદિરના દર્શન કરાવવામાં આવશે.

3 / 5
અયોધ્યાથી રવાના થઈ આ ટ્રેન સીતામઢી જશે. જ્યાં તેના જન્મ સ્થળ અને નેપાળના જનકપુર સ્થિત રામ-જાનકી મંદિરના દર્શન કરી ત્યારબાદ ટુર પેકેજમાં આવતા સ્થળો પર લઈ જવામાં આવશે. છેલ્લું સ્થળ રામેશ્વર હશે.

4 / 5
આ ટ્રેનનું છેલ્લું સ્ટોપ રામેશ્વરમ હશે. અહીં રામ ભક્તો પ્રાચીન શિવ મંદિર અને ધનુષકોડીના દર્શન કરી શકશે. હવે આપણે પેકેજની વાત કરીએ તો આ પેકેજ અંદાજે 7600 કિલોમીટરનો રહેશે.  જેના માટે એક વ્યક્તિનો ચાર્જ 96 હજાર રુપિયાથી લઈ 1.66 લાખ રુપિયા છે.

5 / 5
જો તમારે તમારા માતા-પિતાને આ ટુર પેકેજમાં મોકલવા છે, તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરાવી શકો છો. જેમાં અલગ અલગ ચાર્જ પણ તમને જોવા મળશે.

Next Photo Gallery