પીયુષ ગોયલના પરિવાર વિશે વાત કરીએ કે, જેનો પરિવાર પણ રાજકારણ સક્રિય રહી ચુક્યો છે.
વેદ પ્રકાશ ગોયલ 2001 થી 2003 સુધી ભારતમાં અટલ બિહારી વાજપેયી સરકારમાં શિપિંગના કેન્દ્રીય મંત્રી હતા. તેઓ લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીના ખજાનચી હતા. તેઓ ભારતની સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય હતા. પીયૂષ વેદપ્રકાશ ગોયલ, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, કાપડ મંત્રી વેદ પ્રકાશ ગોયલના પુત્ર છે.
વેદ પ્રકાશ ગોયલનો જન્મ બ્રિટિશ પંજાબના કરનાલમાં 1926માં થયો હતો અને તેમણે B.Sc પાસ કર્યું હતું. તેમણે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ, લાહોર અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું.17 ડિસેમ્બર 2008ના રોજ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.
ગોયલનો જન્મ મુંબઈમાં ચંદ્રકાંતા ગોયલ અને વેદ પ્રકાશ ગોયલને ત્યાં થયો હતો. તેમની માતા મહારાષ્ટ્રમાંથી ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિધાનસભાના સભ્ય (એમએલએ) હતા અને તેમના પિતાએ 2001 થી 2003 દરમિયાન ત્રીજા વાજપેયી મંત્રાલયમાં શિપિંગ માટે કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી હતી.પીયૂષ ગોયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી લો કર્યું છે. ડોન બોસ્કો હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ કર્યો હતો.
તેમની માતા ચંદ્રકાન્તા ગોયલ મુંબઈથી મહારાષ્ટ્ર વિધાનસભામાં ત્રણ વખત ચૂંટાયા હતા. પીયુષ ગોયલે સીમા સાથે લગ્ન કર્યા છે, જે એક સક્રિય સામાજિક કાર્યકર છે અને તેને બે બાળકો છે ધ્રુવ અને રાધિકા.
તેમનો પુત્ર ધ્રુવ ગોયલ છે તેમજ તેની પુત્રીનું નામ રાધિકા ગોયલ છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પોતાના ચૂંટણી એફિડેવિટમાં 110.95 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.
પીયુષ ગોયલ 2010માં રાજ્યસભા માટે મહારાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ 2024ની સામાન્ય ચૂંટણીમાં મુંબઈ ઉત્તર મતવિસ્તાર માટે ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા.
પીયુષ ગોયલે તેમની કારકિર્દી એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે શરૂ કરી હતી અને 2001-2004 સુધી દેશની સૌથી મોટી કોમર્શિયલ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને 2002-2004 સુધી બેંક ઓફ બરોડાના બોર્ડમાં સેવા આપી હતી.
ભાજપના નેતાએ તેમની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સેવા આપી હતી અને રાષ્ટ્રીય ખજાનચી સહિત ભાજપમાં અનેક મહત્વના હોદ્દા સંભાળ્યા હતા.
તેમને કેન્દ્ર સરકાર દ્વારા નદીઓને એકબીજા સાથે જોડવા માટે ટાસ્ક ફોર્સમાં પણ નામાંકિત કરવામાં આવ્યા હતા. ગોયલ 2010માં રાજ્યસભામાં ચૂંટાયા હતા, ત્યારથી તેઓ રાજ્યસભાના સભ્ય છે.
તેમની 35 વર્ષની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન, તેમણે રાષ્ટ્રીય કારોબારીમાં સેવા આપી છે અને રાષ્ટ્રીય ખજાનચી સહિત ભાજપમાં અનેક મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. 1991માં સંસદની ચૂંટણી માટે પ્રચાર પ્રભારી અને 2004થી તમામ ચૂંટણીઓમાં કેન્દ્રીય સ્તરે મહત્વની ભૂમિકા ભજવી હતી.
તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ગુજરાતના ઔદ્યોગિક વિકાસના વખાણ પણ કરી ચુક્યા છે. પિયુષ ગોયલ એવું પણ કહી ચુક્યા છે કે, નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન પદના કાર્યકાળમાં ગુજરાતમાં અનેક સફળ ઉદ્યોગલક્ષી નીતિઓ અમલી બની છે.
પીયૂષ ગોયલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે અમે દેશમાં ઈવી ઈકોસિસ્ટમ બનાવવા માંગીએ છીએ. બેટરીથી ચાલતા વાહનો માત્ર કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે નહીં, પરંતુ ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવામાં પણ મદદ કરશે.