છેલ્લા કેટલાક દિવસથી તમે જોયું હશે કે ઈનસ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટ ફોર્મ પર લોકો Ghibli ઈમેજ અપલોડ કરી રહ્યા છે, જે જોવામાં કાર્ટુન જેવી લાગે છે. તમે જોયુ હશે કે હમણા થોડા દિવસોથી લોકો ક્રિકેટરના, તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઘણા લોકોના ઈમેજ ટ્રેન્ડ થવા લાગ્યા હતા, જે બાદ હવે સામાન્ય લોકો પણ આ પ્રકારના ઈમેજ બનાવવામાં રસ દાખવી રહ્યા છે અને તેમના ફોટા માંથી Ghibli ઈમેજ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા Ghibliની સિગ્નેચર એનિમેશન શૈલીથી પ્રેરિત અદભૂત અને કાલ્પનિક છબીઓથી ભરેલું છે. ChatGPTના આ ફીચરમાં યુઝર્સ તેમના કોઈપણ મનપસંદ ફોટો, કોઈપણ પિક્ચર ઈમેજને સ્ટુડિયો Ghibli જેવી ઈમેજમાં કન્વર્ટ કરી શકે છે. અમને જણાવો કે ChatGPT સિવાય, તમે Grok AI અને Gemini પણ આવી ઈમેજ બનાવી શકે છે
તમને જણાવી દઈએ કે આ ઈમેજ કોઈ પણ વ્યક્તિ જાતે બનાવી શકે છે તે ખુબ જ સરળ છે જો તમે પણ તમારા મિત્રોના Ghibli ઈમેજ જોયા પછી તમારા પણ ફોટોને તેમાં કન્વર્ટ કરવા માંગો છો તો અમે તમારા માટે સૌથી સરળ 2 ટ્રિક લઈને આવ્યા છે આમાથી તમને જે સરળ લાગે તેની મદદથી તમારી Ghibli ઈમેજ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી શકો છો
ChatGPT માં Ghibli ઈમેજ બનાવવા માટે સૌથી પહેલા ChatGPTનું લેટેસ્ટ વર્જન ખોલો
હવે પ્રોમ્પ્ટ બાર પર થ્રી-ડોટ આઇકોન પર ક્લિક કરો. અને "ઇમેજ" વિકલ્પ પસંદ કરો.
હવે તમારી પસંદગી મુજબ ઈમેજ અપલોડ કર્યા પછી તમે તેને કહ્યો ફોટોને Ghibli-Styleમાં બનાવો. બસ આટલુ કરતા તમારુ Ghibli ચિત્ર સામે આવી જશે હવે તમે તેને ડાઉનલોડ કરી શકો છો
તમને જણાવી દઈએ ChatGPT આ માત્ર પેઈડ વર્ઝનમાં જ થાય છે આથી જો તે ઈમેજ ના બનાવી શકે તો તમે Grok AIના ઉપયોગથી પણ Ghibli ઈમેજ ક્રિએટ કરી શકો છો. Grok AI એકદમ ફ્રી ટુલ છે.
આ માટે તમે Grok AI ડાઉનલોડ કરો અને લોગ ઈન કરી લો. આ બાદ તમે તેમાં ઈમેજ અપલોડ કરો અને બસ લખી દો Turn into studio Ghibli style
બસ આટલું લખ્યા બાદ તમારી તે ઈમેજ Ghibli ઈમેજમાં કન્વર્ટ થઈ જશે.
Published On - 12:01 pm, Sat, 29 March 25