આધાર કાર્ડ બનાવવા માટે ફિંગરપ્રિન્ટ્સ અને આંખના લેન્સની ઓળખ કરવામાં આવે છે. આ તમામ કામગીરી બાયોમેટ્રિક મશીન દ્વારા થાય છે.
જો કોઈ વ્યક્તિને હાથ ન હોય, તો તે કિસ્સામાં બાયોમેટ્રિક પ્રક્રિયાને એક્સસેપ્શન (સ્કિપ) કરવામાં આવે છે. આ માટે વ્યક્તિને આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે
બાયોમેટ્રિક સ્કિપ કરવાનો અર્થ એ છે કે હાથને સ્કેન કરવાની અને આંખોનો ફોટો બાયોમેટ્રિક મશીનમાં અપલોડ કરવાની પ્રક્રિયાને છોડી દેવામાં આવે છે
બાયોમેટ્રિક સ્કિપ કરવા માટે, અધિકારીએ એક્સસેપ્શન પર ક્લિક કરવું પડશે અને વ્યક્તિનો જે ભાગે સમસ્યા છે તેનો ફોટો અપલોડ કરવો પડશે.
એકવાર આ ફોટો UIDAIની વેબસાઈટ પર અપલોડ થઈ જાય. તે પછી તે વ્યક્તિનું આધાર કાર્ડ જનરેટ થાય છે.