
સૌથી પહેલા Ghibli Style ફોટા AI ટૂલ્સનો ઉપયોગ કરીને કોઈપણ પ્રોમ્પ્ટ દાખલ કરીને બનાવી શકો છો જો તમને ઈમેજ કેવી રીતે બનાવવી તે નથી ખબર તો Grok AI તમને ફ્રીમાં ઈમેજ બનાવીને આપશે, જ્યારે ChatGPT પર તે પેઈડ વર્ઝનમાં બને છે.

આ પછી તમે ChatGPT કે પછી Grok પાસે તે જ ઈમેજના પ્રોમ્પ્ટ માંગો, આથી તમને તે લખાણમાં તેના પ્રોમ્પ્ટ કોપી કરી લો

Ghibli Style ફોટાને વીડિયોના રુપમાં કન્વર્ટ અમે અહીં PixVerseનો ઉપયોગ જણાવી રહ્યા છે તેના માટે તમારે પહેલા લોગ ઈન કરવું પડશે, તે બાદ તમારો ફોટો સિલેક્ટ કરી લો

હવે ફોટો અપલોડ થયા પછી તેમાં તમે કોપી કરેલા પ્રોમ્પ્ટને ત્યાં પેસ્ટ કરી દો, તમે જોશો કે થોડી જ વારમાં તમારો વીડિયો બનીને તૈયાર થઈ જશે, જે 10 15 સેકન્ડ સુધીનો હશે.

આ સિવાય જો તમે ફ્રીમાં Ghibli Style Ai ઇમેજને વીડિયોમાં કન્વર્ટ કરી કરવા માંગો છો. આ માટે તમારે Hedra toolનો ઉપયોગ કરવો પડશે. આ માટે, સૌથી પહેલા Hedra ટૂલની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. આ પછી તમારે તમારું એકાઉન્ટ બનાવવું પડશે. એકાઉન્ટ બનાવ્યા પછી, વિડિયો વિભાગમાં જાઓ અને Ghibli style Ai ઇમેજ અપલોડ કરો. જો તમે ક્લિપમાં સ્ક્રિપ્ટ અથવા Music ઉમેરવા માંગો છો, તો આ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે Hedra તેના યુઝર્સને દર મહિને 200 ક્રેડિટ આપે છે, જેનો ઉપયોગ કરીને 20 સેકન્ડ સુધીની ક્લિપ્સ બનાવી શકાય છે.