પૃથ્વીથી મંગળ સુધી મેસેજ મોકલવામાં જે સમય લાગે છે તે બે ગ્રહો તેમની ભ્રમણકક્ષામાં એકબીજાની કેટલા નજીક છે તેના પર નિર્ભર કરે છે.
પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર સતત બદલાયા કરે છે, કારણ કે બંને ગ્રહો પોતપોતાની ભ્રમણકક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે.
જ્યારે આપણે એકબીજાને મેસેજ કરીએ છે, તો તે પ્રકાશની ઝડપે ટ્રાવેલ કરે છે, જેની ઝડપ આશરે 3 લાખ કિમી/સેકન્ડ હોય છે.
જ્યારે પૃથ્વી અને મંગળ એકબીજાની સૌથી નજીક હોય છે, ત્યારે તેમનું અંતર આશરે 5 કરોડ કિલોમીટર હોય છે. તેથી પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં લગભગ 3 મિનિટનો સમય લાગે છે.
જ્યારે પૃથ્વી અને મંગળ એકબીજાથી સૌથી દૂર હોય છે, ત્યારે તેમનું અંતર લગભગ 40 કરોડ કિલોમીટર હોય છે. ત્યારે પૃથ્વીથી મંગળ પર પહોંચવામાં પ્રકાશને અંદાજે 22 મિનિટનો સમય લાગે છે. તેથી પૃથ્વીથી મંગળ ગ્રહ પર મેસેજ મોકલી શકાતો નથી.
જો આપણે સરેરાશ અંતરની વાત કરીએ, તો પૃથ્વી અને મંગળ વચ્ચેનું સરેરાશ અંતર 22 કરોડ કિલોમીટર છે, તેથી પૃથ્વીથી મંગળ પર પહોંચવામાં મેસેજને લગભગ 12.5 મિનિટનો સમય લાગશે.
Published On - 6:57 pm, Wed, 20 November 24