
અનહેલ્ધી ફુડ અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરે આ બિમારીનો શિકાર છોકરીઓ બની જાય છે.નાની ઉંમરે બાળકોનું વજન વધારે હોય છે, તેમના શરીરમાં વધુ હોર્મોન્સ ઉત્પન્ન થવા લાગે છે. આનાથી પીરિયડ્સ વહેલા શરૂ થઈ શકે છે.

બીજું કારણ બાળકોનો અભ્યાસ બીજા કામના તણાવ હોય છે. માનસિક તણાવથી શરીરના હોર્મોન્સને પ્રભાવિત કરે છે. પ્લાસ્ટિક અને કેમિકલથી બનેલી વસ્તુઓનો વધારે ઉપયોગ પણ શરીરને અસર કરી શકે છે. આ હોર્મોન્સ અસંતુલનનું કારણ હોય શકે છે. જે પીરિયડસ જલ્દી આવવાનું કારણ બની શકે છે.

જો માતા કે દાદીને પીરિયડસ વહેલા આવે, તો દીકરીને પણ પીરિયડ્સ વહેલા આવી શકે છે. જેનેટિક પ્રોબ્લેમ સૌથી મહત્વપૂર્ણ છે. આ કારણે નાની છોકરીઓને પીરિયડ્સની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

નાની ઉંમરમાં પીરિયડ્સ આવવા એ કોઈ બિમારી નથી પરંતુ 7-8 વર્ષની ઉંમરમાં પીરિયડ્સ આવે તો આ એક મેડિકલ કંડીશન હોયશકે છે. જેમ કે (Precocious Puberty) કહેવામાં આવે છે.જેમાં બાળકો થોડા જલ્દી મોટા લાગે છે. આગળ જઈ હાડકાં અને શરીર પર વિકાસ પર અસર પડી શકે છે. ત્યારે ડોક્ટર પાસેથી સલાહ લેવી જરુરી છે.

આ સમસ્યાથી બચવા માટે યોગ્ય લાઈફસ્ટાઈલ અને ઘરનું જમવાનું બેસ્ટ રહેશે. બાળકોની લાઈફ સ્ટાઈલ હેલ્ધી હોવી જરુરી છે. માતા-પિતા બાળકોને ઘરે બનાવેલું પૌષ્ટિક જમાડો. જેમાં લીલા શાકભાજી, દાળ ,ફ્રુટ્સ સહિત વસ્તુઓ સામેલ કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)