UTI શું છે? મૂત્રમાર્ગમાં સંક્રમણ ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા (જંતુઓ) પેશાબની નળીઓમાં પ્રવેશ કરે છે.
તેનાથી બચવાના ઉપાયો અને લક્ષણો વિશે જાણીએ.યુટીઆઈ સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે બેકટરિયા મૂત્રમાર્ગના માધ્યમથી યૂરિનરી ટ્રેક્ટમાં પ્રેવશ કરે છે અને તે મૂત્રાશયમાં ફેલાય જાય છે.
યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શનએ એક સામાન્ય સમસ્યા છે. જે કોઈપણને અસર કરી શકે છે. તે સ્ત્રીઓને વધુ અસર કરે છે આવી સ્થિતિમાં, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેના દ્વારા તમે આનાથી બચી શકો છો.
તો ચાલો જાણીએ ક્યા કારણોસર યુટીઆઈ થાય છે. યુટીઆઈ સામાન્ય રીતે ત્યારે થાય છે. જ્યારે બેકટરિયા મૂત્રમાર્ગના માધ્યમથી યૂરિનરી ટ્રેક્ટમાં પ્રેવશ કરે છે અને મૂત્રાશયમાં ફેલાય જાય છે.
નિષ્ણાત ડૉ. શોભા ગુપ્તાએ TV9ને જણાવ્યું હતું કે UTI સીધી રીતે સ્વચ્છતા અને લાઈફસ્ટાઈલ સાથે સંબંધિત છે. "યુટીઆઈ શરીરની આખી સિસ્ટમને ખલેલ પહોંચાડે છે.
એવું કહેવું સંપૂર્ણપણે સાચું નથી કે ચેપ પીરિયડને સીધી અસર કરે છે પરંતુ તેની કેટલીક પરોક્ષ અસરો પણ છે.દુખાવા સિવાય યુટીઆઈ તણાવનું પણ કારણ બની શકે છે. ક્યારેક યુટીઆઈ તમારા પીરિયડ ચક્રને મોડું કરે છે
જો તમે કોઈ કારણોથી વધારે સમય યૂરિન રોકીને રાખો છો. તો આ આદતને જલ્દી બદલો, આવું કરવાથી યૂરિનરી બ્લૈડરમાં સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે.આનાથી બચવા માટે ક્યારે પણ યૂરિનને વધારે સમય રોકવું જોઈએ નહી.
કોઈપણ પ્રકારના ચેપથી બચવા માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તેથી યૂરિન થયા પછી દર વખતે તમારા પ્રાઈવેટ પાર્ટને સારી રીતે સાફ કરવાનું ભૂલશો નહીં. આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે મૂત્રાશયના ચેપમાંથી બેક્ટેરિયા તમારી કિડનીમાં ફેલાય છે. તમને UTI ના વધુ ગંભીર લક્ષણોનો અનુભવ થઈ શકે છે જેમ કે પીઠનો દુખાવો, તાવ, શરદી અને ઉબકા આવે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)