લોક સાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને શાહબુદ્દીન રાઠોડ પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણીમાં પહોંચ્યા, લોક સાહિત્યને લઈ કરી મહત્વની વાતો

|

Feb 10, 2024 | 3:32 PM

અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વની ઉજવણીમાં દુનિયાભરમાંથી અનેક હસ્તીઓ જોડાઈ છે. ત્યારે આપણા ગુજરાતી સાહિત્યના જાણીતા કલાકાર અને પદ્મશ્રી અવોર્ડ વિજેતા ભીખુદાન ગઢવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. સાહિત્ય સાથે જોડાયેલા અનેક દિગ્ગજોએ આ કાર્યક્રમમાં ચાર ચાંદ પૂર્યા છે. ત્યારે આ ગુજરાતી મેળાવળામાં તેમની આ ખાસ હાજરી આજના દિવસ માટે વિશેષ ખાસ હશે.

1 / 6
ભીખુદાન ગઢવી એ ગુજરાતના જુનાગઢ શહેરના વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યના એક ખૂબ જ જાણીતા કલાકાર છે. ભીખુદાન ગઢવી એ ગુજરાતી લોકસાહિત્યનું એક સીમાસ્થંભ રૂપી નામ છે.છેલ્લા 6 દાયકાથી લોકડાયરાઓમાં ગુજરાતીનું લોકસાહિત્ય પીરસતા ભીખુદાન ગઢવી એ પોતાની એક આગવી શૈલી વિકસાવી છે.

2 / 6
ભીખુદાન ગઢવીએ પ્રવાસી ગુજરાતી પર્વમાં લોકસાહિત્ય એટલે લોકો દ્વારા રચાયેલુ સાહિત્ય તેમા ઝવેરચંદ મેઘાણીનુ નામ સૌથી પહેલા યાદ આવે તેવું તેમણે જણાવ્યું હતું.તેમણે કહ્યું ભગતબાપુને પણ યાદ કર્યા વગર છુટકો નથી.

3 / 6
ભીખુદાન ગઢવીના લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ કરે છે.

4 / 6
આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમા પણ ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. લોકકથામાં નવા સાહિત્યની રચના છે જે પ્રાચીન વસ્તુ જ છે પણ રજુ કરવાની રીત અલગ છે તેવું ભીખુભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

5 / 6
ભીખુદાન ગઢવીને તેમના આ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે. આ ઉપરાંત તેમને કાગ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

6 / 6
આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતી પણાનો રંગ જામ્યો હતો. મંચ પર હાજર શાહબુદ્દીન રાઠોડે આ કાર્યક્રમમાં જીવનને હળવાસથી જીવવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું દુખનું કારણ એક ડિસ સેટીસફેક્શન છે. જેનાથી દૂર રહેવું જોઈએ.

Published On - 3:05 pm, Sat, 10 February 24

Next Photo Gallery