ગુજરાત સરકારની આ સ્કીમમાં રોકાણ કરવાથી 8 વર્ષમાં રૂપિયા થઈ જશે ડબલ! સરકાર આપે છે ગેરેન્ટેડ રીટર્ન

|

Dec 18, 2023 | 2:18 PM

જે રોકાણકારો રિસ્ક લેવા નથી માંગતા તેઓ હંમેશા એવા વિકલ્પો શોધે છે જ્યાં તેમના રૂપિયા સુરક્ષિત રહે અને સાથે જ ગેરેન્ટેડ રીટર્ન મળતું રહે. લોકો તેના માટે બેંક FD, પોસ્ટ ઓફિસની RD, ટેક્સ ફ્રી બોન્ડ વગેરેમાં રોકાણ કરે છે. આ ઉપરાંત તમે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટલે કે G-Sec માં પણ રોકાણ કરી શકો છો.

1 / 5
જે રોકાણકારો રિસ્ક લેવા નથી માંગતા તેઓ હંમેશા એવા વિકલ્પો શોધે છે જ્યાં તેમના રૂપિયા સુરક્ષિત રહે અને સાથે જ ગેરેન્ટેડ રીટર્ન મળતું રહે. લોકો તેના માટે બેંક FD, પોસ્ટ ઓફિસની RD, ટેક્સ ફ્રી બોન્ડ વગેરેમાં રોકાણ કરે છે.

2 / 5
આ ઉપરાંત તમે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટલે કે G-Sec માં પણ રોકાણ કરી શકો છો. ઘણા લોકો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. આ બધા ડેટ મ્યુચ્યુઅલ ફંડ તેમના ફંડનું રોકાણ સરકારી સિક્યોરિટીઝમાં કરતા હોય છે.

3 / 5
જો આ પ્રકારની સિક્યોરિટીઝ 1 વર્ષથી વધારે સમય માટે જાહેર કરવામાં આવે તો તેને સરકારી બોન્ડ અથવા ડેટ સિક્યોરિટી કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર ટ્રેઝરી બિલ અને ડેટ સિક્યોરિટીઝ બંને જાહેર કરે છે. રાજ્ય સરકારો માત્ર ડેટ સિક્યોરિટીઝ જાહેર કરી શકે છે. તેને રાજ્ય વિકાસ લોન કહેવામાં આવે છે. આ સિક્યોરિટીઝ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી હોવાથી, તેમાં રોકાણ કરવામાં કોઈ રિસ્ક રહેલું નથી.

4 / 5
હાલમાં ગુજરાત સરકાર દ્વારા  GUJARAT SDL 2031 એટલે કે State Development Loan જાહેર કરવામાં આવી છે. તેમાં રોકાણ કરવા માટે છેલ્લી તારીખ 18 ડિસેમ્બર, 2023 છે. તમે જુદા-જુદા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તેમાં રોકાણ કરી શકો છો. જો તમારૂ ડીમેટ એકાઉન્ટ જેરોધામાં છે તો તમે Kite એપ પર Bids સેકશનમાં જઈને Govt.Securities દ્વારા સરળતાથી રોકાણ કરી શકો છો.

5 / 5
GUJARAT SDL 2031 માં રોકાણ માટે તમારે મિનિમમ 10500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ગુજરાત સરકાર દ્વારા રોકાણકારોને વાર્ષિક 7.96 ટકા ગેરેન્ટેડ રીટર્ન આપવામાં આવશે. રોકાણની અવધિ 8 વર્ષ છે અને તેની મેચ્યોરિટી 18 ડિસેમ્બર 2031 છે. આ ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં 10500 ના રોકાણ પર 8,800 રૂપિયા રિટર્ન મળશે એટલે કુલ તમને 19,377 રૂપિયા મળશે. આ મૂજબ અંદાજે 84.55 ટકા રિટર્ન મળ્યું ગણાય.

Published On - 2:17 pm, Mon, 18 December 23

Next Photo Gallery