
નવું શીખવાથી મગજમાં ડોપામિન અને નવું ન્યુરલ નેટવર્ક સર્જાય છે, જે યાદશક્તિ અને મગજની ઝડપ વધારવામાં મદદ કરે છે. આ આદત પાડીને રોજ નવું શીખવાથી યાદશક્તિની ક્ષમતા વધે છે. (Credits: - Canva)

જો તમે જમણા હાથથી લખો છો, તો ડાબા હાથથી લખવાનો પ્રયાસ કરો. આ મગજના બંને હેમિસ્ફિયર ને એક્ટિવ બનાવે છે. યાદશક્તિ અને ટાસ્ક-સ્વિચિંગ એબિલિટી વધારે છે. (Credits: - Canva)

તમારા મગજને સ્વસ્થ અને તેજ રાખવા માટે, તમે દરરોજ સૂર્ય નમસ્કાર અથવા તાડાસન કરી શકો છો. આ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. ( Credits: Getty Images )

દરરોજ સવારે કસરત કરવાથી મન શાંત થાય છે.અને રોજ કસરત કરવાથી તમારી યાદશક્તિમાં સુધારો થાય છે. ( Credits: Getty Images )