ICC મેન્સ ODI ટીમ ઓફ ધ યરની જાહેરાત, ભારત-ઓસ્ટ્રેલિયાને મોટો આંચકો

|

Jan 24, 2025 | 3:55 PM

ICC એ વર્ષ 2024 ના શ્રેષ્ઠ 11 ODI ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં શ્રીલંકાના 4 અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 3-3 ખેલાડીઓને તક મળી છે. મોટી વાત એ છે કે ટીમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો એક પણ ખેલાડી સામેલ નથી.

1 / 7
ICCએ વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ ODI ટીમની જાહેરાત કરી છે જેમાં ગત વર્ષે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને તક મળી છે. નવાઈની વાત એ છે કે ભારત, ઓસ્ટ્રેલિયા કે દક્ષિણ આફ્રિકાના કોઈ ખેલાડીને તેમાં સ્થાન મળ્યું નથી.

2 / 7
ICCની શ્રેષ્ઠ ODI ટીમમાં શ્રીલંકાના સૌથી વધુ 4 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં રાખવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના ત્રણ અને વેસ્ટ ઈન્ડિઝના એક ખેલાડી આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.

3 / 7
ICCની બેસ્ટ પ્લેઈંગ 11 માં ઓપનર તરીકે સેમ અયુબ અને રહેમાનુલ્લા ગુરબાઝની પસંદગી કરવામાં આવી છે. પથુમ નિસાન્કાને ત્રીજા નંબરે અને કુસલ મેન્ડિસને ચોથા નંબરે રાખવામાં આવ્યો છે. મેન્ડિસને વિકેટકીપર તરીકે પણ પસંદ કરવામાં આવ્યો છે. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેને ICCની શ્રેષ્ઠ ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

4 / 7
વેસ્ટ ઈન્ડિઝના શેરફેન રધરફોર્ડ પણ ટીમમાં સામેલ છે. અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઓમરઝાઈ અને શ્રીલંકાના વાનેન્દુ હસરાંગા ઓલરાઉન્ડર તરીકે ટીમમાં છે. શાહીન આફ્રિદી અને હરિસ રઉફને ફાસ્ટ બોલિંગમાં સ્થાન આપવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનનો યુવા સ્પિનર ​​અલ્લાહ મોહમ્મદ ગઝનફર પણ ICC ODI ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો.

5 / 7
ICC મેન્સ ODI ટીમ (2024) : સેમ અયુબ, રહેમાનુલ્લા ગુરબાઝ, પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, શેરફેન રધરફોર્ડ, અઝમતુલ્લા ઓમરઝાઈ, વાનેન્દુ હસરાંગા, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, અલ્લાહ મોહમ્મદ ગઝનફર.

6 / 7
ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવી ટીમોના ખેલાડીઓને ICCની શ્રેષ્ઠ ODI ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન કેમ ન મળ્યું? વાસ્તવમાં, ભારતે 2024માં માત્ર 3 ODI મેચ રમી હતી. તે શ્રેણી શ્રીલંકા સામે પણ હતી જેમાં ટીમ ઈન્ડિયા 0-2થી હારી હતી અને એક મેચ ટાઈ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 12 ODI મેચ રમી અને તેની ટીમના અલગ-અલગ ખેલાડીઓને પણ તક મળી.

7 / 7
વાસ્તવમાં, T20 વર્લ્ડ કપ 2024 માં યોજાયો હતો અને મોટી ટીમોએ તેમનું સંપૂર્ણ ધ્યાન ફક્ત T20 ફોર્મેટ પર કેન્દ્રિત કર્યું હતું. તેમના મોટા ખેલાડીઓએ વધુ T20 મેચ રમી હતી, જેના કારણે 2024માં શ્રીલંકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ ODI ફોર્મેટમાં રાજ કરતા જોવા મળ્યા હતા. આ ત્રણેય ટીમોએ ગયા વર્ષે ઘણી વનડે મેચ રમી હતી. (All Photo Credit : PTI / ICC / ESPN)

Next Photo Gallery