Akshar Patel Love Story : ગુજ્જુ સ્ટાર ખેલાડીએ પત્ની મેહાને દુનિયાના સૌથી મોટા સ્ટડેયિમમાંથી કર્યું હતુ પ્રપોઝ
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાત કરીએ તો ઘણા ખેલાડીઓએ આ વર્ષે લગ્ન કર્યા છે. જેમાં ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરથી લઈને કેએલ રાહુલનો સમાવેશ થાય છે. અક્ષર પટેલે પણ લગ્ન કર્યા હતા. પરંતુ ભારતીય ક્રિકેટરની પ્રેમ કહાની વર્ષો સુધી ચાલી.
1 / 7
ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે આ વર્ષે લગ્ન કર્યા છે. આ કાર્યક્રમમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માથી લઈ શ્રેયસ અય્યર સુધીના નામ સામેલ છે. ગુજ્જુ ખેલાડી પણ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયો છે. આ સ્પિનર અને ઓલરાઉન્ડર અક્ષર પટેલની લવ સ્ટોરી ખુબ જ અલગ છે.
2 / 7
અક્ષર પટેલે જાન્યુઆરી 2023માં મેહા પટેલ સાથે લગ્ન કર્યા, બંન્ને અંદાજે 10 વર્ષ લગ્નના બંધનમાં બંધાયા હતા. અક્ષરે પોતાની લવ સ્ટોરી દિલ્હી કેપિટ્લસ સાથે વાતચીત દરમિયાન જણાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મે મેહાને 2011માં પ્રપોઝ કર્યું હતુ. તે જગ્યા પણ ખુબ ખાસ હતી.
3 / 7
2011ના વનડે વર્લ્ડકપ ભારતમાં રમાયો હતો. અમદાવાદમાં રમાયેલ બીજી ક્વાર્ટર ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હાર આપી હતી.. રિંકી પોન્ટિગે સદી ફટકારી હતી. ભારત તરફથી સચિન તેડુંલકર, ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહે અડધી સદી ફટકારી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. જેની ચાહકોની ક્ષમતા 1 લાખથી વધારે છે. ( All photo : Akshar Patel Instagram)
4 / 7
અક્ષર પટેલ પણ આ મેચ આ જ સ્ટેડિયમમાં બેસી જોઈ રહ્યો હતો. અક્ષરે કહ્યું મે સ્ટેડિયમમાંથી જ મેહાને ફોન કરી પ્રપોઝ કર્યું હતુ. પરંતુ તેણે કાંઈ કહ્યું નહિ 2 દિવસ બાદ અમે મળ્યા ત્યારબાદ તેણે હા પાડી હતી. ત્યારબાદ અમે 10 વર્ષ સુધી ફ્રેન્ડ રહ્યા ત્યારબાદ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
5 / 7
અક્ષર પટેલે કહ્યું કે, તેની પહેલી પ્રાયોરિટી ક્રિકેટ છે. ત્યારબાદ મા-બાપ અને પછી બધા, મેહાએ મને સમજ્યો મારે એવી છોકરી જોઈતી હતી જે મારા પરિવારને સારી રીતે સમજે. મેહાએ જણાવ્યું કે, અક્ષર શરુઆતમાં ખુબ શરમાળ હતો અને છોકરીઓ સાથે વધુ વાત કરતો ન હતો.
6 / 7
અક્ષરે કહ્યું અમારી પ્રથમ મુલાકાત એક ફ્રેન્ડને ત્યાં થઈ હતી. ત્યારે હું અંડર 19 માં એક સદી ફટકારી આવ્યો હતો. ત્યાં મારો ફોટો રાખ્યો હતો અને મેહા સિવાય તે જગ્યા પણ અન્ય કોઈ છોકરી ન હતી. સૌ લોકોએ મારી પાસે ચોકલેટની માંગ કરી હતી.
7 / 7
અક્ષરે કહ્યું કે, તે સમયે મારી પાસે વધારે પૈસા ન હતા. પરિવારમાંથી 50-60 રુપિયા મુશ્કેલથી મળતા હતા. મારે ચોકલેટ માટે મારા મિત્ર પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા હતા. તેમણે પોતાના ફિટનેસને લઈ કહ્યું કે, લાંબા સમય સુધી શરીરને ફિટ રાખવા માટે મીઠાઈ ખાવાનું ઓછું કર્યું હતુ.
Published On - 2:20 pm, Fri, 23 June 23