Nirupa Duva |
Jun 10, 2024 | 10:43 AM
રવિવારે ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાઈ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહએ શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. બુમરાહની બોલિંગે મેચમાં જીતની આશા જગાડી દીધી હતી. ભારત માત્ર 119 રન જ બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાની ટીમે 20 ઓવરમાં 113 રન જ બનાવી શકી હતી.
આ મેચનો હિરો જસપ્રીત બુમરાહ રહ્યો હતો. બુમરાહએ પોતાની બોલિંગ દરમિયાન મહત્વની વિકેટો લીધી હતી. જસપ્રીત બુમરાહને તેના શાનદાર પરફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પાંચમી ઓવરમાં રોહિતે બુમરાહ પર વિશ્વાસ કર્યો બુમરાહ પણ કેપ્ટનના વિશ્વાસ પર સાચો સાબિત થયો અને ચોથા બોલ બાબાર આઝમને કેચ આઉટ કરાવ્યો હતો. બાબરના રુપમાં બુમરાહને પહેલી વિકેટ મળી હતી. બાબર આઉટ થતા મેચ આખી પલટી ગઈ હતી.
એક સમયે એવું લાગી રહ્યું હતુ કે, આજે પાકિસ્તાનની જીત પાક્કી છે પરંતુ ત્યારબાદ બુમરાહે પોતાના બોલથી રિઝવાનને ક્લિન બોલ્ડ કર્યો. બસ આ વિકેટ એવી હતી જેને ભારતીય ટીમમાં એક જીતની આશા જગાડી દીધી હતી.
જસપ્રીત બુમરાહ 19મી ઓવરમાં આવ્યો હતો. આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા.બુમરાહે 4 ઓવરની બોલિંગમાં 14 રન આપી 3 વિકેટ લીધી હતી. 24 બોલમાં બુમરાહે 15 બોલ એવા નાંખ્યા કે, જેના પર પાકિસ્તાની બેટ્સમેન રન બનાવી શકી નથી.
2023 ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન જસપ્રીત બુમરાહ પણ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ત્યારબાદ બુમરાહે 14 રનમાં 3 વિકેટ લીધી હતી.