
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગિલ અને રાશિદ સિવાય ગુજરાત ટાઈટન્સ રાહુલ તેવટિયા, સાઈ સુદર્શન અને શાહરૂખ ખાનને રિટેન કરી શકે છે. તેવટિયાએ પોતાને એક ઉત્તમ ફિનિશર તરીકે સાબિત કર્યું છે, જ્યારે શાહરૂખે પણ છેલ્લી સિઝનમાં વિસ્ફોટક બેટિંગની ઝલક દેખાડી હતી. યુવા બેટ્સમેન સાઈ સુદર્શન સતત રન બનાવી રહ્યો છે.

એટલે કે ફ્રેન્ચાઈઝી ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ મિલરને રિલીઝ કરશે. જો કે, આ બંને દિગ્ગજોના પ્રદર્શનને જોતા અનુમાન લગાવી શકાય છે કે ગુજરાત ટાઈટન્સ મેગા ઓક્શનમાં આ બંને પર ફરીથી બોલી લગાવી શકે છે. જોકે, શમી માટે દાવેદારોની સંખ્યા વધી શકે છે, તેથી તેને છોડવાનો નિર્ણય ગુજરાત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. (All Photo Credit : PTI/Getty)