IPL 2025 : પંજાબ કિંગ્સે નવા કેપ્ટનની જાહેરાત કરી, આ ખેલાડીને સોંપવામાં આવી જવાબદારી
આઈપીએલ 2025 પહેલા પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સની કમાન સોંપવામાં આવી છે. ગત્ત સીઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન હતો. હવે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે.
1 / 6
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આગામી સિઝન 21 માર્ચથી શરૂ થશે. BCCIની (AGM) બાદ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શેડ્યૂલને લઈને આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.
2 / 6
પંજાબ કિંગ્સની ટીમ વર્ષ 2008થી આઈપીએલમાં ભાગ લઈ રહી છે પરંતુ ટીમ એક વખત પણ ખિતાબ જીતી શકી નથી. આ વખતે પંજાબ કિંગ્સે ટ્રોફી જીતવા માટે આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યરને 26.75 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. ત્યારથી લોકોને લાગી રહ્યું હતુ કે, તે પંજાબ કિંગ્સનો કેપ્ટન બનશે.
3 / 6
સલમાન ખાન દ્વારા હોસ્ટ શો બિગ બોસ 18 સીઝનમાં મહેમાન તરીકે શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ આવ્યા હતા. જેમાં સલમાન ખાને આ વાતની પુષ્ટિ કરી કે,અય્યર જ પંજાબ કિંગ્સનો કેપ્ટન હશે. ત્યારબાદ પંજાબની ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી.
4 / 6
શ્રેયસ અય્યરે કેપ્ટનશીપ મળ્યા બાદ કહ્યું હું ગર્વ અનુભવુ છું કે, ટીમે મારા પર ભરોસો કર્યો. કોચ રિકી પોન્ટિંગની સાથે ફરી કામ કરવા માટે ઉત્સુક છું. મને આશા છે કે, અમે પહેલા ખિતાબ જીતાડવા માટે મેનેજમેન્ટ દ્વાર કરેલા વિશ્વાસને જાળવી રાખીશું.
5 / 6
શ્રેયસ અય્યરે અત્યારસુધી આઈપીએલની 70 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં તેમણે 38 મેચ જીતી છે અને 29 મેચમાં હાર મળી છે. અય્યર આઈપીએલનો પહેલો એવો કેપ્ટન છે. જેમણે 2 ટીમ દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટરાઈડર્સની પોતાની કેપ્ટનશીપમાં ફાઈનલમાં લઈ જઈ ચૂક્યો છે.હવે તેની પાસે જે અનુભવ છે તે પંજાબ કિંગ્સને કામ આવી શકે છે.
6 / 6
શ્રેયસ અય્યર પાસે પહેલાથી જ કેપ્ટનશીપનો અનુભવ છે. તે બોલિંગ પણ સારી કરે છે. તેની કેપ્ટનશીપમાં ગત્ત સીઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ખિતાબ જીત્યો હતો પરંતુ ત્યારબાદ તેને કેકેઆરની ટીમે રિટેન કર્યો નહિ,KKRની ટીમ પહેલા અય્યર દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે.તેની કેપ્ટનશીપમાં દિલ્હીની ટીમે આઈપીએલ ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ.