10 વર્ષની ઉંમરે ઘર છોડ્યું, એક સમયના ભોજન માટે અમ્પાયરિંગ કરી, હવે IPLમાં મચાવી રહ્યો છે ‘કહેર’

|

Apr 19, 2024 | 6:23 PM

ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં સૂર્યકુમાર યાદવની દમદાર બેટિંગ અને બુમરાહની ધારદાર બોલિંગની દમ પર મુંબઈએ પંજાબને 9 રને હરાવ્યું. આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ ભલે બુમરાહ રહ્યો હોય, પંરતુ મેચ બાદ સૌથી વધુ ચર્ચા મધ્યપ્રદેશના એક યુવા બેટ્સમેનની થઈ હતી, જેણે કમાલ-ધમાલ બેટિંગ કરી લગભગ મુંબઈના હાથમાંથી જીત લગભગ છીનવી જ લીધી હતી. આ ખેલાડીએ તેની પહેલી IPL સિઝનની પ્રથમ 4 મેચમાં જ એવી ધુંઆધાર બેટિંગ કરી છે કે બધાનું ધ્યાન હવે તેના પર થઈ ગયું છે. ગુરુવારે મુંબઈ સામે તે પંજાબને જીત તો ન અપાવી શક્યો, પરંતુ તેણે તેની લડાયક ઈનિંગથી બધાના દિલ જીત્યા હતા. આ ખેલાડી છે 'આશુતોષ શર્મા'.

1 / 5
આશુતોષ શર્માનો જન્મ મધ્ય પ્રદેશના રતલામમાં થયો હતો અને તેને ઈન્દોરમાં અભ્યાસ કર્યો હતો. આશુતોષ વર્ષ 2023માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી ચર્ચામાં આવ્યો હતો. અરુણાચલ પ્રદેશ સામેની ગ્રુપ સ્ટેજની મેચમાં આશુતોષે 11 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે T20માં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારેલી સૌથી ઝડપી અર્ધસદી હતી. મુંબઈ સામે IPLમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી.

2 / 5
IPLમાં સ્ટાર બેટ્સમેન બનતા પહેલા આશુતોષ શર્માના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. આશુતોષનું જીવન બાળપણથી મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. એ અંધકારના ઉંડાણમાંથી બહાર આવીને આશુતોષે પોતાની મહેનતના પ્રકાશથી પોતાનું જીવન રોશન કર્યું છે. તેણે IPLમાં પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

3 / 5
આશુતોષ શર્મા મધ્યપ્રદેશના રતલામ શહેરનો છે. તે આઠ વર્ષની ઉંમરે ઈન્દોર આવ્યો હતો. અહીં તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. 10 વર્ષની ઉંમરથી તે જાતે રસોઈ બનાવતો અને કપડાં જાતે ધોતો હતો. આશુતોષ પાસે પૈસા નહોતા, તેથી તેણે અમ્પાયરિંગ કરીને પૈસા કમાવવા પડતા હતા, જેનાથી તે દિવસમાં ઓછામાં ઓછું એક સમયનું ભોજન લઈ શકે, પરંતુ જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમેય ખુરસિયા MPCA એકેડમીમાં જોડાયા ત્યારબાદ તેનું નસીબ બદલાયું.

4 / 5
2018માં આશુતોષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે ડેબ્યૂ કર્યું. આગામી સિઝનમાં MP માટે તેની છેલ્લી T20 મેચમાં તેણે 84 રન બનાવ્યા. 2020માં અંડર-23માં બે સદી ફટકારી. છતાં તેને MPનની ટીમમાં યોગ્ય સ્થાન ન મળ્યું અને તે રેલ્વેમાં જોડાયો. રેલ્વેના કોચ અને પસંદગીકારોએ આશુતોષ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને ઘણી મદદ કરી.

5 / 5
પંજાબ કિંગ્સે આશુતોષને મિની ઓક્શનમાં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પંજાબ માટે અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાં આશુતોષે 17 બોલમાં 31 રન, 15 બોલમાં અણનમ 33, 16 બોલમાં 31 રન અને 28 બોલમાં 61 રનની ઈનિંગ્સ રમી છે. જો કે તે મુંબઈ સામેની મેચ જીતાડી શક્યો નહીં, પરંતુ તેણે ફેન્સનું દિલ ચોક્કસપણે જીતી લીધું હતું.

Next Photo Gallery