IPL 2024 વચ્ચે MS ધોની પર તૂટ્યો મુસીબતોનો પહાડ, કરોડોની છેતરપિંડીના કેસમાં ફસાયા “થાલા”
MS ધોની IPL 2024માં CSK માટે રમી રહ્યો છે. 22 માર્ચે રમાયેલી RCB સામેની પ્રથમ મેચમાં તેની તરફથી શાનદાર વિકેટકીપિંગ જોવા મળી હતી. જો કે, IPL 2024ની શરૂઆત પહેલા MS ધોનીના બાળપણના મિત્રએ ગંભીર આરોપ લગાવ્યા હતા.
1 / 5
MS ધોનીના બાળપણના મિત્ર અને કોલેજમાં સાથે ભણેલા મિહિર દિવાકરે તેના પર આરોપ લગાવ્યો છે. મિહિરે તાજેતરમાં કહ્યું હતું કે “હું ધોનીને કોલેજના દિવસોથી ઓળખું છું અને અમે એક જ રૂમમાં સાથે રહ્યા હતા. અમે 2017માં બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે કહ્યું, મેં બ્રાન્ડ ડીલ્સ દ્વારા ધોનીને 130 કરોડ રૂપિયાનો બિઝનેસ આપ્યો છે. ધોનીએ વર્ષ 2022થી મને પૈસા આપવાનું બંધ કરી દીધું અને તે મને 28 કરોડ રૂપિયા નથી આપી રહ્યો.
2 / 5
તેણે કહ્યું કે, ધોની મારું નામ બગાડી રહ્યો છે જેથી તેને પૈસા ન ચૂકવવા પડે. દેખીતી રીતે, આ આરોપો ધોની પર તેના બાળપણના મિત્ર અને એક સમયે બિહાર માટે સાથે ક્રિકેટ રમતા મિહિર દિવાકર દ્વારા લગાવવામાં આવ્યા છે.
3 / 5
41 વર્ષનો મિહિર MS ધોનીનો કોલેજ ફ્રેન્ડ રહ્યો છે. બંને કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. મિહિરે બિહાર માટે 39 ફર્સ્ટ ક્લાસ અને 36 લિસ્ટ A મેચ રમી છે. આ સિવાય મિહિરે વર્ષ 2000માં ભારતીય અંડર-19 ટીમની જીતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
4 / 5
તમને જણાવી દઈએ કે મિહિર વર્ષ 2021 સુધી MS ધોનીનો મેનેજર પણ રહી ચૂક્યો છે. જો કે હવે તેઓ તેમના પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે.
5 / 5
આરોપ મુજબ ધોનીએ બંને સાથે ગ્લોબલ એકેડમી ખોલવા માટે કરાર કર્યો હતો. જે તેઓ હજુ સુધી પૂર્ણ કરી શક્યા નથી અને તેના કારણે મિહિર અને સૌમ્યાએ રાંચીની કોર્ટમાં ધોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ વાતને લઈ બંનેએ અપીલ કરી હતી કે આનાથી તેમની છબી ખરાબ થઈ છે અને આવી હરકતો બંધ કરવી જોઈએ.
Published On - 4:41 pm, Mon, 25 March 24