IPL 2024: વિકેટ લેતા જ મયંક યાદવે છોડવું પડ્યું મેદાન, અચાનક ખુશી બદલાઈ ગઈ દુઃખમાં, આ છે કારણ
IPL 2024 ની 48મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોએ શાનદાર બોલિંગ કરી અને મુંબઈ ઈન્ડિયન્સને માત્ર 144 રન સુધી જ રોકી દીધું. લખનૌના ફાસ્ટ બોલર મયંક યાદવે મુંબઈ સામે 3.1 ઓવરમાં 31 રન આપ્યા અને એક વિકેટ લીધી હતી. જો કે તેની ચોથી ઓવર ફેંકતી વખતે મયંક યાદવ ઈજાગ્રસ્ત થયો અને તેને અચાનક મેદાન છોડીને જવું પડ્યું હતું.