IPL 2024માં આ ટેણિયા કરી રહ્યા છે ધમાલ, આ ખેલાડીની તો ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી પાક્કી છે
આઈપીએલ 2024ની 17મી સીઝનમાં અત્યારસુધી ભલે 17 મેચ રમાઈ હોય પરંતુ આ વખતે ભારતના અનકૈપ્ટડ ખેલાડીઓના પ્રદર્શનની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે. એક ફાસ્ટ બોલર છે તો એકનું નામ રિયાન પરાગ છે.
1 / 6
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં આ વખતે સૌથી વધુ ચર્ચાનો વિષય આ ભારતીય અનકૈપ્ટડ ખેલાડીઓના પ્રદર્શનને લઈ થઈ રહ્યો છે. અત્યારસુધી માત્ર 17 મેચ રમ્યા બાદ યુવા ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી સૌ કોઈ પ્રભાવિત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે આ ખેલાડીઓ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરી શકે છે.
2 / 6
સૌથી પહેલું નામ આવે છે લખનૌ સુપર જાયન્ટસની ટીમનો વર્ષ 2022ની સીઝનમાં ભાગ રહેલા ફાસ્ટ બોલર મયંક યાદવનું જે અનફિટ હોવાને કારણે તે સીઝનમાં રમી શક્યો ન હતો. પરતું આ વખતે મેદાનમાં ઉતરતાની સાથે આઈપીએલના રેકોર્ડ તોડી નાંખ્યા છે. આઈપીએલમાં ડેબ્યુ કરતાની સાથે જ મયંકે 3 વિકેટ લઈ મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. તેના બોલની સ્પીડ 150 કિલોમીટરની હતી.આવી સ્થિતિમાં તેના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂની સતત ચર્ચા થઈ રહી છે.
3 / 6
18 વર્ષ 303 દિવસની ઉંમરમાં આઈપીએલમાં ડેબ્યુ કરવાની સાથે અંગક્રિશ રધુવંશીએ પહેલી ઈનિગ્સમાં એક મોટો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ એવો રેકોર્ડ હતો જે પહેલી સીઝન બાદ કોઈ ખેલાડી તોડી શક્યું નથી. પરંતુ અંગક્રિશ આઈપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યુ મેચમાં અડધી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. તેમણે 27 બોલમાં 54 રન બનાવ્યા છે. જેમાં 5 ચોગ્ગા અને 3 સિક્સ સામેલ છે.
4 / 6
આઈપીએલ 2024 પ્લેયર ઓક્શન દરમિયાન જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 વર્ષના સમીર રિઝવીને પોતાની ટીમનો ભાગ બનાવવા માટે 8 કરોડ 40 લાખ રુપિયા ખર્ચ કર્યા હતા. ત્યારથી તે સતત ચર્ચામાં છે. આઈપીએલના કરિયરના પહેલા બોલ પર સિક્સ ફટકારી હતી. તેની બેટિંગથી સૌને પ્રભાવિત કર્યા છે.સમીરે છેલ્લા એક વર્ષમાં સ્થાનિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
5 / 6
એમ,સિદ્ધાર્થ લખનૌ સુપર જાયન્ટસમાંથી રમે છે. તેમણે બીજી આઈપીએલ મેચમાં પહેલી વિકેટ વિરાટ કોહલીની લીધી હતી.લખનૌ તેને 2 કરોડ 40 લાખમાં ખરીદ્યો હતો અને સૌને ચોંકાવી દીધા હતા.
6 / 6
રાજસ્થાન રોયલ્સની ટીમમાં છેલ્લી કેટલીક સીઝનથી મહત્વનો ભાગ રહેલા રિયાન પરાગના પ્રદર્શનને લઈ સૌથી વધુ ચર્ચા રહે છે. આઈપીએલ 2024ની 3 મેચમાં હજુ સુધી આઉટ થયો નથી.તેમજ રાજસ્થાન રોયલ્સની ટીમની જીતમાં પણ મહત્વની ભુમિકા નિભાવે છે. તેના માટે પણ ભારતીય ટીમમાં આવવાના દરવાજો ખુલી શકે છે.