આવી ગયો છે રવિન્દ્ર જાડેજાને ટક્કર આપનાર ઓલરાઉન્ડર, એકલા હાથે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને પેવેલિયન મોકલ્યા
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની ચોથી ટેસ્ટમાં આકાશ દિપે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ તે સમયે પરિવાર ભાવુક થયો છે. આકાશ દિપે ટેસ્ટ ડેબ્યુ પહેલા માતાના આશીર્વાદ લીધા હતા. ભારત માટે રાંચી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર આકાશ દીપે આ કમાલ કરી તેણે એકલા હાથે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને પેવેલિયન મોકલ્યા છે.
1 / 5
આકાશ દીપે રાંચીના JSCA સ્ટેડિયમ ખાતે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની ચોથી મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટોસ પહેલા જ આકાશને ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેની ટેસ્ટ કેપ પહેરાવી હતી.
2 / 5
આકાશ દીપે જમણા હાથના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું સ્થાન લીધું છે, જેને વર્કલોડ મેનેજમેન્ટને કારણે આ મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. આકાશ દીપ ભારતનો 313મો ટેસ્ટ ક્રિકેટર બન્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં આ ચોથા ખેલાડીએ ટેસ્ટ ડેબ્યુ કર્યું છે.
3 / 5
આકાશ દિપે માતાના આશીર્વાદ મેળવ્યા બાદ માતાના પગને સ્પર્શ કરતો જોવા મળ્યો હતો,આ સિરીઝમાં ટેસ્ટ કેપ મેળવનાર આકાશ ચોથો ભારતીય ક્રિકેટર હતો. રજત પાટીદારે વિઝાંગ ટેસ્ટમાં પ્રથમ ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ સરફરાઝ ખાન અને ધુવ જુરેલે રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતુ.
4 / 5
રાહુલ દ્રવિડ પાસેથી તેની કેપ મેળવ્યા પછી, આકાશ દીપ કેપ્ટન રોહિત શર્મા પાસે ગયો હતો, ત્યારબાદ અન્ય ભારતીય ક્રિકેટરોએ તેને શુભકામના પાઠવી હતી. આકાશ દીપ કેપ કોચ, કેપ્ટન અને ખેલાડીઓને મળ્યા બાદ કેપ લઈ સીધો તેના પરિવાર પાસે ગયો હતો. આ સમયે તેની માતા ભાવુક થઈ હતી.
5 / 5
ઝડપી શરૂઆત બાદ ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ ડેબ્યુ કરી રહેલા આકાશ દિપે લીધી હતી. આકાશ દીપે ઓપનર બેન ડકેટને આઉટ કર્યો હતો. ત્યારબાદ ઓલી પોપને પણ પેવેલિયન મોકલ્યો હતો. ટેસ્ટ ડેબ્યુમાં અત્યાર સુધી આકાસ દિપે 3 વિકેટ લીધી છે. મેચ હજુ ચાલું છે
Published On - 11:50 am, Fri, 23 February 24