
વૈભવ સૂર્યવંશીએ રણજી ટ્રોફી 2023-24માં બિહાર માટે ડ્બ્યુ કરી ચર્ચામાં આવ્યો હતો. તેમણે મુંબઈ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતુ. આ પ્રવાસમાં મુંબઈના કેપ્ટન અજિક્ય રહાણે વૈભવની ખુબ પ્રશંસા કરી હતી.વૈભવે વર્ષ 2024ની શરુઆતમાં રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો.

ડાબોડી બેટ્સમેને સચિન તેંડુલકર અને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. વૈભવ માત્ર 12 વર્ષનો હતો જ્યારે તેણે મુંબઈ સામે બિહાર તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરીને ઈતિહાસ રચ્યો હતો.