IND vs AUS : ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, રોહિત સાથે ઓસ્ટ્રેલિયા જશે આ સ્ટાર ખેલાડી, ટીમમાં સીધી એન્ટ્રી!
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા માટે બે સારા સમાચાર સામે આવ્યા છે. પહેલા સમાચાર એ છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે, અને હવે તે જલ્દી ઓસ્ટ્રેલિયા જશે. અને બીજા સારા સમાચાર એ છે કે રોહિતની સાથે ટીમ ઈન્ડિયાનો અન્ય એક સ્ટાર ક્રિકેટર ઓસ્ટ્રેલિયા જશે, જેને બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
1 / 6
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રોહિતે તેના બીજા બાળકના જન્મ માટે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લીધો હતો. તેમની પત્ની રિતિકા સજદેહે 15 નવેમ્બરે મોડી રાત્રે પુત્રને જન્મ આપ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્મા ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા જશે. પરંતુ ખાસ વાત એ છે કે તેની સાથે અન્ય એક ખેલાડી ઓસ્ટ્રેલિયા જશે, જે ટીમનો ભાગ નથી. માનવામાં આવી રહ્યું છે કે શ્રેણીની વચ્ચે આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે.
2 / 6
રોહિત શર્મા પ્રથમ મેચનો ભાગ બનશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. જો કે તે બીજી મેચમાં રમશે તે લગભગ નિશ્ચિત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ રોહિત શર્મા સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
3 / 6
શમી એક વર્ષ બાદ તાજેતરમાં જ મેદાનમાં પરત ફર્યો હતો. શમી રણજી ટ્રોફી મેચમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. જો કે તેના ટીમમાં સામેલ થવા અંગેનો નિર્ણય એક મેચ બાદ જ લેવામાં આવશે. એટલે કે શ્રેણીની બીજી મેચ પહેલા તેને ટીમમાં સામેલ કરી શકાય છે.
4 / 6
મોહમ્મદ શમીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન રમી હતી. ત્યારથી તે ઈજાના કારણે મેદાનની બહાર હતો. આ વર્ષની શરૂઆતમાં તેણે પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી. ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કેમ્પમાં હતો.
5 / 6
હાલમાં જ બંગાળની ટીમ તરફથી રમતા તે રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે રમ્યો હતો. આ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે 19 ઓવરમાં 54 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, ત્યારબાદ બીજી ઈનિંગમાં પણ શમીએ 18 ઓવરમાં 74 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે બેટથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
6 / 6
NCA ફિઝિયો નીતિન પટેલ આ મેચ માટે સ્ટેડિયમમાં હતા. શમી અંગે અંતિમ નિર્ણય તેમની સલાહ બાદ જ લેવામાં આવશે. બંગાળના કોચ લક્ષ્મી રતન શુક્લાએ શમીની ફિટનેસ પર કહ્યું, 'મોહમ્મદ શમી રમવા માટે તૈયાર છે. બોલિંગ કરતી વખતે તે એકદમ ફિટ દેખાતો હતો. તેણે બે ઈનિંગ્સમાં 44 ઓવર ફેંકી અને લાઈન-લેન્થ સાથે બોલિંગ કરી. ફિટનેસની કોઈ સમસ્યા જણાઈ નથી. (All Photo Credit : PTI / Getty Images)