AUS vs IND : પિંક બોલ ટેસ્ટમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ? વિરાટ-અશ્વિન આ મામલે છે ટોપ પર

|

Dec 02, 2024 | 8:00 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી શરૂ થશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આ મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે. આ ટેસ્ટ એડિલેડ ઓવલના મેદાન પર પિંક બોલથી રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ પિંક બોલ ટેસ્ટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે.

1 / 5
ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. રોહિત શર્મા આ મેચમાં રમ્યો ન હતો. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કેપ્ટનશિપની જવાબદારી લીધી. હવે રોહિત શર્મા પિંક બોલ ટેસ્ટમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 4 પિંક બોલ ટેસ્ટ રમી છે અને 3માં જીત મેળવી છે.

2 / 5
ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે જેણે પિંક બોલ ટેસ્ટમાં ભારતને હરાવ્યું છે. પિંક બોલ ટેસ્ટમાંભારતનો સર્વોચ્ચ સ્કોર 347/9 D છે. ભારતે બાંગ્લાદેશ સામે આ સ્કોર બનાવ્યો હતો. તેમજ ડે નાઈટ ટેસ્ટમાં ભારતનો સૌથી ઓછો સ્કોર 36 રન છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે બીજી ઈનિંગમાં 36 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

3 / 5
પિંક બોલ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓમાં કિંગ કોહલી ટોપ પર છે. વિરાટ કોહલીએ 4 મેચમાં 277 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 3 મેચમાં 173 રન અને શ્રેયસ અય્યરે 1 મેચમાં 155 રન બનાવ્યા છે.

4 / 5
પિંક બોલ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન છે. અશ્વિને 4 મેચમાં 18 વિકેટ ઝડપી છે. અક્ષર પટેલે 2 મેચમાં 14 વિકેટ અને ઉમેશ યાદવે 2 મેચમાં 11 વિકેટ ઝડપી છે.

5 / 5
પિંક બોલ ટેસ્ટમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે કુલ 4 પિંક બોલ ટેસ્ટ રમી છે અને ત્રણ મેચમાં જીતી મેળવી છે, જ્યારે એક ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવા પડ્યો હતો. ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 46 રને, ઈંગ્લેન્ડને 10 વિકેટે અને શ્રીલંકાને 238 રનથી હરાવ્યું છે. જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી હાર્યું હતું. (All Photo Credit : PTI / GETTY / ESPN)

Next Photo Gallery