IND vs ENG : અભિષેક શર્માએ 8 સિક્સર ફટકારી એક જ ઝાટકે તોડ્યો યુવરાજ સિંહનો 18 વર્ષ જૂનો રેકોર્ડ, જુઓ ફોટો
અભિષેક શર્માએ વર્ષ 2025માં પોતાની પહેલી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 79 રનની ઈનિગ્સ રમી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને જીત અપવાવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અભિષેકે પોતાની ઈનિગ્સમાં કુલ 8 સિક્સ ફટકારી હતી.
1 / 6
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 સીરિઝની પહેલી મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાય હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી સીરિઝમાં 1-0ની લીડ મેળવી છે. ભારતીય ટીમને આ મેચમાં 133 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
2 / 6
જેમાં અભિષેક શર્માની 79 રનની ફાસ્ટ ઈનિગ્સથી 12.5 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.
3 / 6
અભિષેકે પોતાની આ ઈનિગ્સ દરમિયાન યુવરાજ સિંહનો 18 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. અભિષેકે પોતાની ઈનિગ્સ દરમિયાન 34 બોલનો સામનો કર્યો હતો, આ દરમિયાન કુલ 8 સિક્સ ફટકારી હતી.
4 / 6
ટીમ ઈન્ડિયા તરફથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટી20 મેચમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામ પર હતો. જેમણે વર્ષ 2007માં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડરબનના મેદાન પર રમાયેલી મેચમાં પોતાની 58 રનની ઈનિગ્સ દરમિયાન 7 સિક્સ ફટકારી હતી.
5 / 6
અભિષેક શર્માએ 18 વર્ષ જૂનો રેકોર્ડ પાછળ છોડી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત તરફથી એક ટી20 મેચમાં સૌથી વધુ સિક્સ લગાવનાર ખેલાડી પણ બની ગયો છે. અભિષેક હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કોઈ પણ ટી20 મેચમાં બંન્ને ટીમો તરફથી એક મેચમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર ખેલાડી છે.
6 / 6
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ બાદ અભિષેક શર્માએ તેની 79 રનની શાનદાર ઈનિંગ્સ વિશે કહ્યું કે હું મેદાન પર મારી રમત ખુલીને રમવા માંગતો હતો, જેના માટે કેપ્ટન અને કોચ બંનેએ મને છૂટ આપી હતી.