રોહિત શર્મા બાદ હવે સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, 15 જાન્યુઆરી બની ખાસ

|

Jan 15, 2025 | 7:46 PM

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 15 જાન્યુઆરીનો દિવસ ખાસ બની ગયો છે. 15 જાન્યુઆરી એ ભારતની પુરુષ અને મહિલા બંને નેશનલ ટીમ માટે ખૂબ જ ખાસ સાબિત થયો છે. 15 જાન્યુઆરીએ એવું તો શું થયું કે આ દિવસ ભારતીય ક્રિકેટ માટે ખાસ બની ગયો? જાણો આ આર્ટિકલમાં.

1 / 6
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 15મી જાન્યુઆરીનો દિવસ ખૂબ જ ખાસ બની ગયો છે. આ દિવસે ભારતીય પુરુષ અને મહિલા ટીમ દ્વારા મોટો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

2 / 6
ભારતીય મહિલા ટીમે 15 જાન્યુઆરીએ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આયર્લેન્ડ સામે ODI મેચમાં કેટલાક રેકોર્ડ બનાવ્યા હતા. જેમાં એક મોટો રેકોર્ડ પણ સામેલ છે.

3 / 6
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 15મી જાન્યુઆરીએ એક સિદ્ધિ હાંસલ કરી હતી જે ભારતીય પુરૂષ ટીમે બે વર્ષ પહેલા આ જ તારીખે હાંસલ કરી હતી.

4 / 6
વાસ્તવમાં, ભારતીય મહિલા ટીમે આ મેચમાં આયર્લેન્ડને 304 રનના માર્જિનથી હરાવ્યું હતું. ODI ક્રિકેટના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે.

5 / 6
બે વર્ષ પહેલા 15 જાન્યુઆરીએ ભારતીય પુરુષ ટીમે પણ ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 317 રનના માર્જિનથી હરાવ્યું હતું.

6 / 6
એટલે કે ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમોએ એક જ તારીખે તેમની ODI ઈતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી છે. એવામાં 15 જાન્યુઆરીનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ બની ગયો છે. (All Photo Credit : PTI / X / BCCI)

Published On - 7:45 pm, Wed, 15 January 25

Next Photo Gallery