ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 350 સહભાગીઓ જોડાય હતા.
આ સહયોગી પ્રયાસનો હેતુ ચોપાટી બીચ પર પ્લાસ્ટિક કચરાનો નિકાલ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયોને સક્રિયપણે ભાગ લેવા પ્રેરિત કરવાનો હતો.
દરિયાકાંઠાના સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવા અને દરિયાઈ પ્રત્યે જવાબદારીની ભાવના કોસ્ટ ગાર્ડ દ્વારા દર્શાવવામાં આવી હતી.
ખાસ કરીને સફાઈના પ્રયાસો દરમિયાન લગભગ 300 કિલો પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો હતો જે એકત્ર કરવામાં આવ્યો હતો.
આ કચરાનો પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરવામાં આવે છે. લોકોને પ્રોત્સાહિત કરીને કચરાના નિકાલ, ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન અને સક્રિય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.