ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન (Shane Watson)ની લવસ્ટોરી કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. આ ઓલરાઉન્ડર પહેલા પ્રેમમાં છેતરાયો હતો, પરંતુ તે પછી સ્પોર્ટ્સ એન્કર સાથે લગ્ન કરી લીધા.
આ ખેલાડીની ગર્લફ્રેન્ડે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા, પરંતુ તે પછી પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીની પત્નીએ તેને સ્પોર્ટ્સ એન્કર સાથે મુલાકાત કરાવી હતી. શેન વોટસન અને લી ફર્લોંગના લગ્ન ઓસ્ટ્રેલિયાની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. જોકે, આ લગ્નમાં પરિવારના સભ્યો સિવાય માત્ર મિત્રો અને પસંદગીની હસ્તીઓ જ સામેલ થઈ હતી.વોટસન-લીને બે બાળકો છે, જેનું નામ વિલ અને માટિલ્ડા વિક્ટોરિયા છે.
શેન વોટસન પ્રથમ મુલાકાતમાં જ ફર્લોંગના પ્રેમમાં પડી ગયો હતો. જે બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. બંને કપલ વર્ષ 2006થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી બંનેએ લગ્ન કરી લીધા
શેન વોટસન અને લી ફર્લોંગ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા, પરંતુ બંનેએ લાંબા સમય સુધી સંબંધો પર મૌન સેવ્યું. જો કે આ પછી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને લી ફર્લોંગ બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા
શેન વોટસન અને લી ફર્લોંગના લગ્ન ઓસ્ટ્રેલિયાની એક ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. જોકે, આ લગ્નમાં પરિવારના સભ્યો સિવાય માત્ર મિત્રો અને પસંદગીની હસ્તીઓ જ સામેલ થઈ હતી.વોટસન-લીને બે બાળકો છે, જેનું નામ વિલ અને માટિલ્ડા વિક્ટોરિયા છે.
શેન વોટસન ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠઓલરાઉન્ડરોમાંનો એક રહ્યો છે. આઈપીએલ સિવાય આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ દુનિયાભરની ઘણી લીગમાં પોતાની છાપ છોડી. રાજસ્થાન રોયલ્સ સિવાય શેન વોટસન IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે.