સાઉથની ટોપની અભિનેત્રી નયનતારા પોતાના કામની સાથે-સાથે અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
ડાયરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા પછી, નયનતારાએ જાહેરાત કરી કે, તે સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની છે.
નયનતારા પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે. તે અવાર-નવાર તેના પતિ અને પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
પરંતુ એક સમય એવો હતો જ્યારે નયનતારા ડિરેક્ટર પ્રભુદેવાના પ્રેમમાં પાગલ હતી. તેની સાથે લગ્ન કરવા તે કોઈ પણ હદે જવા તૈયાર હતી.
એવું માનવામાં આવે છે કે, અભિનેત્રીએ પ્રભુદેવ સાથે લગ્ન કરવા માટે તેની પત્ની લતાને લાલચ પણ આપી હતી. જેથી તેઓ તેમના જીવનમાંથી દૂર થઈ જાય. (Twitter: @NayantharaU)