
પુરુષ પોતાની આવક જાહેર કેમ કરતો નથી?: કૌટુંબિક જવાબદારી: માણસની કમાણી ફક્ત તેના માટે જ નહીં પરંતુ તેના પરિવાર માટે પણ હોય છે. તે દિવસ-રાત સખત મહેનત કરે છે જેથી તેનો પરિવાર સુખી અને સુરક્ષિત જીવન જીવી શકે.

સામાજિક દબાણ: પુરુષો પર પણ માનસિક દબાણ હોય છે કે તેમની કમાણી તેમના માન અને સમાજમાં તેમનો દરજ્જો નક્કી કરે છે. આ દબાણને કારણે તેઓ ઘણીવાર તેમની વાસ્તવિક આવક છુપાવે છે. જેથી અન્ય લોકોની સરખામણીમાં પોતાને ઓછો ન આંકે.

ચાણક્યનો ઊંડો મેસેજ: આચાર્ય ચાણક્યનો આ મેસેજ આપણને કહે છે કે સ્ત્રી અને પુરુષ બંનેએ પોતાના જીવનમાં સ્વાર્થથી આગળ વધીને એક-બીજા માટે જીવવું જોઈએ. એક સ્ત્રી પોતાના પરિવાર માટે બલિદાન આપે છે અને એક પુરુષ પોતાના પરિવાર માટે સંઘર્ષ કરે છે. તેથી આ બંનેને તેમની ઉંમર અને કમાણી વિશે પૂછવું એ તેમના યોગદાન અને સમર્પણનો અનાદર માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઈતિહાસના પુસ્તકોને આધીન છે. TV9 ગુજરાતી આ માહિતીની કોઈ પુષ્ટી કરતું નથી.)(All Image Symbolic)