કાળા રંગનું લસણ સાદા સફેદ લસણને ઊંચા તાપમાને આથો આપીને બનાવવામાં આવે છે. આ કાળા રંગનું લસણ બજારમાં સરળતાથી મળતુ નથી. પરંતુ તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આ બળતરા ઘટાડવામાં અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. કાળા લસણમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને કેન્સર વિરોધી ગુણોને કારણે તે સફેદ લસણ કરતાં અનેકગણું સારું છે.
કાળા તલમાં સંતૃપ્ત ફેટ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં ઉપયોગી માનવામાં આવે છે.કાળા તલમાં હાજર આયર્ન, કોપર અને મેંગેનીઝ ઓક્સિજનના પરિભ્રમણ અને મેટાબોલિક રેટને નિયંત્રિત કરે છે.
ચિયાના બીજમાં વિટામિન બી, થિયામીન, નિયાસિન, રિબોફ્લેવિન અને ફોલેટનું પ્રમાણ વધુ હોય છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ અને ઝીંક જેવા ખનિજો પણ હોય છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ જોવા મળે છે.
કાળા અંજીરમાં પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી પાચનક્રિયા સારી રહે છે. અંજીર ખાવાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. તેમજ કાળા અંજીર કેન્સરના કોષો સામે લડવામાં મદદરૂપ છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ તેનું સેવન ફાયદાકારક રહેશે.
કાળી દ્રાક્ષમાં વધારે માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હાજર હોય છે. કાળી દ્રાક્ષ શરીરના કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. કાળી દ્રાક્ષનું સેવનથી કેન્સર, ડાયાબિટીસ, અલ્ઝાઈમર, હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )