Trump Business : રાજનીતિ સિવાય ટ્રમ્પ રહી ચુક્યા છે એક સફળ બિઝનેસમેન, જાણો કયા કયા વ્યવસાય સાથે છે સંકળાયેલા
અમેરિકામાં ટ્રમ્પનો જાદુ ચાલ્યો છે અને 277ની બહુમતિ સાથે ટ્રમ્પ મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. મોદીના મિત્ર અને ભારતની કોઈપણ બાબતમાં પ્રખર હિમાયતી એવા ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી રાજકીય ઉથલપાથલ બાદ જીત મેળવવામાં સફળતા હાંસલ કરી છે. રાજનેતા સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ એક સફળ ઉદ્યોગપતિ રહ્યા છે અને વિવિધ પ્રકારના વ્યવસાયો સાથે સંકળાયેલા છે.
1 / 9
રિયલ એસ્ટેટઃ ટ્રમ્પનો મુખ્ય ઉદ્યોગ રિયલ એસ્ટેટ છે. તેમની કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને ન્યૂયોર્ક, શિકાગો, મિયામી અને અન્ય ઘણા શહેરોમાં મોટી પ્રોપર્ટી વિકસાવી છે. આમાં ટ્રમ્પ ટાવર, ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ અને ટાવર અને અન્ય ઘણી લક્ઝરી રહેણાંક અને વ્યાપારી ઇમારતોનો સમાવેશ થાય છે.
2 / 9
હોટેલ્સ અને રિસોર્ટ્સઃ ટ્રમ્પે ઘણી હોટેલ્સ અને રિસોર્ટ્સ પણ ખોલેલી છે. ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલ્સ અને ગોલ્ફ કોર્સીસ જેવી અનેક હોટલોમાં તેમના નામનો બ્રાન્ડ તરીકે ઉપયોગ થાય છે. ટ્રમ્પની હોટેલ્સ અને ગોલ્ફ કોર્સ યુએસમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિત છે, સ્કોટલેન્ડ અને દુબઈમાં પણ તે છે.
3 / 9
ગોલ્ફ કોર્સઃ ટ્રમ્પે વિશ્વભરમાં અનેક ગોલ્ફ કોર્સ પણ ખરીદ્યા અને વિકસાવ્યા છે. તેમની વૈભવી ગોલ્ફ અને રિસોર્ટ પ્રોપર્ટીના ભાગરૂપે યુએસ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને અન્ય ઘણા દેશોમાં ગોલ્ફ કોર્સ છે.
4 / 9
બ્રાન્ડિંગ અને લાઇસન્સિંગ: ટ્રમ્પની બ્રાન્ડનો ઉપયોગ કપડાં, પરફ્યુમ, ઘડિયાળો અને અન્ય લક્ઝરી ઉત્પાદનો પર થાય છે. આ સિવાય તેણે ટ્રમ્પ બ્રાન્ડ હેઠળ લીઝ પર ઘણી પ્રોપર્ટી પણ આપી છે.
5 / 9
ટ્રમ્પ યુનિવર્સિટી: 2005માં, ટ્રમ્પે "ટ્રમ્પ યુનિવર્સિટી" શરૂ કરી હતી. તેનો હેતુ રિયલ એસ્ટેટ રોકાણના ક્ષેત્રમાં શિક્ષણ પ્રદાન કરવાનો હતો. જો કે બાદમાં તે વિવાદમાં સપડાઈ હતી અને 2010માં બંધ થઈ ગઈ હતી.
6 / 9
ટ્રમ્પ વાઈનરીઃ ટ્રમ્પ પાસે એક વાઈનરી પણ છે, જે વર્જિનિયામાં આવેલી છે અને વાઈન ઉત્પાદન માટે પ્રખ્યાત છે.
7 / 9
કેસિનો અને એન્ટરટેઈનમેન્ટઃ ટ્રમ્પ એક સમયે મનોરંજન ક્ષેત્રે પણ મોટું નામ હતું. તેના એટલાન્ટિક સિટીમાં ટ્રમ્પ તાજમહેલ, ટ્રમ્પ પ્લાઝા અને ટ્રમ્પ મરિના જેવા ઘણા કેસિનો હતા. જો કે, સમય જતાં આ કેસિનો નાણાકીય સમસ્યાઓના કારણે બંધ થઈ ગયા.
8 / 9
મીડિયા અને ટીવી: ટ્રમ્પે ધ એપ્રેન્ટિસ નામના ટીવી શોમાં હોસ્ટની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ જ લોકપ્રિય હતો. આ શોએ તેમની લોકપ્રિયતામાં ઘણો વધારો કર્યો અને તેમને ટેલિવિઝન વ્યક્તિત્વ તરીકે ઓળખ મળી.
9 / 9
પુસ્તકો: ટ્રમ્પે અનેક પુસ્તકો પણ લખ્યા છે, જેમાંથી સૌથી પ્રખ્યાત છે "ધ આર્ટ ઓફ ધ ડીલ." આ પુસ્તકો દ્વારા તેમણે તેમના વ્યવસાય અને જીવન વિશેની બાબતો શેર કરી છે.
Published On - 11:35 am, Sun, 19 January 25