નવા અમદાવાદ અને જૂના અમદાવાદ આ બન્નેને જોડતો એલિસ બ્રિજ.. ક્યારેક વાહન વગર અમદાવાદ શહેરની ચાલતા-ચાલતા મુલાકાત તો લઈ જુઓ.
માણેક બુર્જ શહેરના પાયાના પથ્થરની ફરતે બાંધવામાં આવેલ છે. આ બુરજ, બહારની બાજુએ ત્રેપન ફુટ ઊંચો છે, જેની બાજુમાં 77 ફૂટ પરિઘની માણેક કુવા તરીકે ઓળખાતી વાવ છે..આ નામ 15મી સદીના સુપ્રસિદ્ધ હિંદુ સંત માણેકનાથની યાદગીરીમાં આપવામાં આવ્યું છે, જેમણે 1411ના વર્ષમાં અહમદશાહને ભદ્રનો કિલ્લો બાંધવામાં વિક્ષેપ પાડ્યો હતો અને મદદ પણ કરી હતી
સુલતાન અહેમદ શાહ બાદશાહે તૈયાર કરાવેલ ભદ્રનો કિલ્લો આજે પણ અમદાવાદની આન બાન અને શાન બની રહ્યો છે..એક જમાનામાં એક નગર જેટલો વિસ્તાર ધરાવતો ભદ્ર ફોર્ટ આજે પણ તેની આસપાસ ભરાતા બજારના કારણે પ્રખ્યાત છે
અમદાવાદના ચિહ્ન તરીકે ઓળખાતી આ અનોખી કોતરણી જેનું નામ સીદી સૈયદની જાળી..એવું કહેવાય છે કે આખી કોતરણી એક જ રેતિયા પથ્થરમાંથી કંડારાઈ છે..તેમાં દેખાતી વૃક્ષની આકૃતિ ખજૂરીનું ઝાડ છે જે પણ બેનમૂન કલાકારીનું ઉદાહરણ છે
સાબરમતી રિવરફ્રન્ટનો અલગ અલગ તબક્કામાં વિકાસ થયો અને હજી પણ થઈ રહ્યો છે.. ત્યારે આ સ્કાયવોક પર તો નજર માંડો... રિવકફ્રન્ટની શોભામાં વધારો કરતો આ સ્કાયવોક ખરેખર જોવા લાયક છે..
અમદાવાદના મોટેરામાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા નિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' 63 એકરમાં પથરાયેલું છે. આ સ્ટેડિયમ 1 લાખ 32 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમે ઓસ્ટ્રેલિયા સ્થિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બેઠક ક્ષમતા કે જે 90 હજાર જેટલી છે તેનો વિક્રમ વટાવ્યો
Published On - 6:39 am, Sat, 26 February 22