3 જાન્યુઆરી એટલે કે આજે આમીર ખાનની દી માટે ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આજે તેની પ્રિય પુત્રી ઇરા ખાનના લગ્ન થવાના છે. ઇરા તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્ન કરવા જઇ રહી છે. લગ્ન પહેલા ઇરાના પ્રી-વેડિંગ ફંક્શન 2 જાન્યુઆરીએ યોજાયા હતા.
2 જાન્યુઆરીએ રાત્રે એટલે કે ઇરાના લગ્નના એક દિવસ પહેલા આમીર અને તેનો આખો પરિવાર બોલિવૂડના અભિનેતા સલમાન ખાનના ઘરે પહોંચ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને આમીરની પુત્રીના લગ્ન માટે ખાસ ફંકશન્સનું આયોજન કર્યું હતું. આમીર ખાન દીકરી ઇરા, તેના થનારા જમાઇ નુપુર, તેના પુત્ર જુનેદ ખાન, પૂર્વ પત્ની કિરણ રાવ અને નાના પુત્ર આઝાદ સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જતા જોવા મળ્યા હતા.
હવે ઘણાના મનમાં આ સવાલ એ હશે કે સલમાન ખાનના ઘરે આમીરની દીકરીના લગ્નના ફંક્શન શા માટે રાખવામાં આવ્યા હશે, તો બોલિવૂડ લાઈફના અહેવાલ મુજબ, આમીર ખાન અને સલમાન ખાન એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરતા રહેતા હોય છે. સલમાન આમીરની દીકરી ઇરાને પોતાની દીકરી માને છે અને તેના લગ્નને લઈને ખૂબ જ ભાવુક અને ખુશ પણ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવી રહ્યુ છે કે ઇરા અને નુપુરના લગ્ન પહેલા સલમાન ખાને બંને માટે ખાસ વ્યવસ્થા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઇરાની મહેંદી સેરેમની સલમાનના ઘરે થઈ હતી. (Photo credit -Social Media)
Published On - 10:58 am, Wed, 3 January 24