હરિયાણાના ચૂંટણી પરિણામોમાં સામે આવી રહેલા રૂઝાનોમાં ભાજપ બહુમતની નજીક છે. જીતનો આંકડો તેના પક્ષમાં છે. એવામાં સવાલ એ છે કે પાર્ટીની તરફથી રાજ્યમાં મુખ્યમંત્રી કોણ હશે? શું નાયબસિંહ સૈનીને બદલી કોઈ નવા ચહેરાને સીએમ બનાવવામાં આવશે કે એજ સીએમની ખુરશી પર બની રહેશે? આ તમામ સવાલો વચ્ચે હવે પાર્ટી તરફથી જ જવાબ આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ મોહનલાલે સ્પષ્ટ કરી દીધુ છે કે CM નાયબ સૈની જ મુખ્યમંત્રી તરીકે બની રહેશે. મોહનલાલનું આ નિવેદન પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ વીજ માટે પણ આંચકાજનક છે કારણ કે તેઓ સૈનીને સીએમ બનાવવાના મતમાં નથી.
હરિયાણાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ મોહનલાલે એક ચેનલ સાથેની વાતચીતમામ જણાવ્યુ કે હરિયામામાં ત્રીજીવાર ભાજપની સરકાર બનશે. CM નાયબ સૈની જ બની રહેશે. જ્યારે તેમને અનિલ વીજની દાવેદારી અંગે સવાલ કરાયો તો તેમણે સ્પષ્ટ કરી દીધુ કે અનિલ વીજ સીએમ નહીં બને.
આ રીતે પ્રદેશ પ્રમુખનું આ નિવેદન સૈની માટે સારા સમાચાર છે જ્યારે અનિલ વિજ માટે માઠા સમાચાર છે. જો કે, આ નિવેદન બાદ અનિલ વીજની નારાજગી ફરી એકવાર જોવા મળી શકે છે, કારણ કે ચૂંટણી પરિણામો વચ્ચે, વીજ અનેકવાર મીડિયા સમક્ષ દેખાયા હતા અને રાજ્યમાં પાર્ટીની જીતની ખુશીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. જો કે તેઓ પોતે પોતાની સીટ પરથી અપક્ષ ઉમેદવારથી પાછળ હતા, જ્યારે તેમને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે હવે એ રાઉન્ડ પસાર થઈ ગયો છે જ્યાં અપક્ષ ઉમેદવારને લીડ મળવાની હતી. આવનારા રાઉન્ડ તેમના છે અને તેઓ સરળતાથી જીતી જશે.
“મેં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા” આ ગીત ગાતા-ગાતા તેમણે મુખ્યમંત્રી પદ માટેની તેમની દાવેદારી પણ કરી દીધી અને કહ્યું હતું કે પાર્ટી હાઈકમાન્ડ જે પણ નક્કી કરશે તે તેમને મંજૂર હશે. જો કે, તેમના કહેવાનો અર્થ તો એ જ હતો કે તેમને સીએમ પદ આપવુ જોઈએ. પરંતુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ મોહનલાલ દ્વારા તેમના નામને નકાર્યા બાદ વીજની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.
દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:39 pm, Tue, 8 October 24