What India Thinks Today : વૈશ્વિક શાંતિમાં ભારતની ભૂમિકા પર ઉંડાણપૂર્વક થશે ચર્ચા, નિષ્ણાતો કરશે મંથન

ભારતનું નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9 ફરી એકવાર તેના What India Thinks Today Global Summit 2024નું આયોજન કર્યુ છે.TV9 નેટવર્કના વાર્ષિક ફ્લેગશિપ કોન્ક્લેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને દુનિયાના અનેક મહાઅનુભાવો હાજર રહેવાના છે. TV9ની આ સમિટની બીજી આવૃત્તિ 25મી ફેબ્રુઆરીએ દિલ્હીની અશોક હોટલમાં શરૂ થશે.

What India Thinks Today : વૈશ્વિક શાંતિમાં ભારતની ભૂમિકા પર ઉંડાણપૂર્વક થશે ચર્ચા, નિષ્ણાતો કરશે મંથન
Follow Us:
| Updated on: Feb 22, 2024 | 11:46 AM

ભારતનું નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9 ફરી એકવાર તેના What India Thinks Today Global Summit 2024નું આયોજન કર્યુ છે.TV9 નેટવર્કના વાર્ષિક ફ્લેગશિપ કોન્ક્લેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ અને દુનિયાના અનેક મહાઅનુભાવો હાજર રહેવાના છે. TV9ની આ સમિટની બીજી આવૃત્તિ 25મી ફેબ્રુઆરીએ દિલ્હીની અશોક હોટલમાં શરૂ થશે. કોન્ફરન્સના બીજા દિવસે વૈશ્વિક શાંતિ પર એક સેશનનું આયોજન કરવામાં આવશે જેમાં વૈશ્વિક શાંતિમાં ભારતની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે.

26 ફેબ્રુઆરીના રોજ What India Thinks Today ગ્લોબલ સમિટના બીજા દિવસે, Not an Era of War: India as a Global Peace Catalist નામના સત્રનું આયોજન કરવામાં આવશે. જેમાં વેલિના ચકરોવા, મારિયા અહેમદ દીદી અને સૈયદ અકબરુદ્દીન ભાગ લેશે. આ યુદ્ધનો સમય નથી અને તેઓ વૈશ્વિક શાંતિમાં ભારતની ભૂમિકા અંગે પોતાનો અભિપ્રાય આપશે.

સૈયદ અકબરુદ્દીન: વરિષ્ઠ ભારતીય રાજદ્વારી

રાજદૂત સૈયદ અકબરુદ્દીન એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે. અકબરુદ્દીન વિશ્વભરમાં મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવા, વિવિધ સ્તરે ભારતના હિતોનું પ્રતિનિધિત્વ કરવાનો દાયકાઓનો બહુપક્ષીય અનુભવ ધરાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારી છે. અકબરુદ્દીન ઓક્ટોબર 2015માં આયોજિત ઈન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટના મુખ્ય સંયોજક પણ રહી ચૂક્યા છે. આ પહેલા તેમણે 2012-2015 વચ્ચે વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા તરીકેની પણ કામગીરી કરી છે.

IPL 2024 માટે Jioના પ્લાનમાં મળશે Unlimited Data, જાણી લો કિંમત
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પહોંચી સ્વિત્ઝરલેન્ડ, શેર કરી તસવીરો
IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ

સૈયદ અકબરુદ્દીન યુએનજીએ અને અન્ય ઘણી બહુપક્ષીય અને દ્વિપક્ષીય બેઠકોમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય પણ હતા.આ ઉપરાંત સૈયદ અકબરુદ્દીન 2006 થી 2011 દરમિયાન વિયેનામાં ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) માં આંતરરાષ્ટ્રીય સિવિલ સર્વન્ટ તરીકે કામ કર્યું છે. બાહ્ય સંબંધો અને નીતિ સંકલન એકમમાં કામ કર્યું અને IAEA ના ડિરેક્ટર-જનરલના વિશેષ સહાયક તરીકે કામ કર્યું. હાલમાં તેઓ કૌટિલ્ય સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીમાં ડીન તરીકે કાર્યરત છે.

મારિયા દીદી: માલદીવના સંરક્ષણ પ્રધાન

સૈયદ અકબરુદ્દીન સાથે જ આ કાર્યક્રમમાં મારિયા અહેમદ દીદી પણ ઉપસ્થિત રહેશે. જેઓ પાડોશી દેશ માલદીવ સાથે સંકળાયેલા છે. મારિયા દીદી માલદીવના બેરિસ્ટર અને રાજકારણી છે જે હાલમાં માલદીવના સંરક્ષણ પ્રધાન તરીકે કાર્યરત છે.જે આ પદ સંભાળનાર દેશની પ્રથમ મહિલા નેતા છે. માનવાધિકાર કાર્યકર્તા તરીકે કામ કરનાર મારિયા દીદી માલદીવની પ્રથમ મહિલા વકીલ પણ છે.

માલદીવના રાજકારણી મારિયા દીદી તેના અનોખા કાર્યો માટે જાણીતી છે. માલદીવિયન સંરક્ષણ દળોના વ્યાવસાયિકકરણ, આધુનિકીકરણ અને બિનરાજકીયકરણ, MNDFમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને નાગરિક-લશ્કરી સંબંધોને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા માટે તેણીની પહેલ માટે જાણીતી છે.એટલું જ નહીં તે સશસ્ત્ર દળોમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાના કામ માટે જાણીતી છે. લોકશાહીને પ્રોત્સાહન આપવા અને માનવાધિકારની લડાઈમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ દ્વારા 2007માં તેમને ઇન્ટરનેશનલ વુમન ઑફ કરેજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વેલિના ચકરોવા: સુરક્ષા બાબતોમાં વૈશ્વિક ચહેરો

વેલિના ચકરોવા સુરક્ષાની બાબતે પણ જાણીતો ચહેરો છે. વેલિનાને સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે 20 વર્ષથી વધુનો અનુભવ છે. ચકરોવાએ પોતાની જિયોપોલિટિકલ કન્સલ્ટન્સી કંપની, FACE ની સ્થાપના કરતા પહેલા વિયેનામાં ઑસ્ટ્રિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર યુરોપિયન એન્ડ સિક્યુરિટી પોલિસી (AIES) ના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.

ચાકારોવાને પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય મુદ્દાઓનો નોંધપાત્ર અનુભવ છે. તે રિયલ-વર્લ્ડ રિસ્ક ઇન્સ્ટિટ્યૂટમાં પ્રશિક્ષક તેમજ ઑસ્ટ્રિયન ફેડરલ ડિફેન્સ મંત્રાલયમાં સાયન્સ કમિશનના વ્યૂહાત્મક અને સુરક્ષા નીતિ સલાહકાર બોર્ડના સક્રિય સભ્ય પણ છે.ભારત, રશિયા અને ચીન વચ્ચેના સંબંધો ઉપરાંત યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચેના સંબંધોના વિકાસમાં તેમને વિશેષ રસ છે.

આ ઉપરાંત વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટના ત્રીજા દિવસે 27મી ફેબ્રુઆરીએ સત્તા સંમેલનના નામે એક મહત્વપૂર્ણ સત્ર યોજાવા જઈ રહ્યું છે. આ સત્રમાં વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓ ભાગ લેવાના છે. તેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓ ભાગ લેશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપ શાસિત ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ સત્તાધારી પક્ષ તરફથી આવશે.

Latest News Updates

'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">