Uttarkashi: જોશીમઠ બાદ હવે ઉત્તરકાશીમાં ખતરો, મસ્તડી ગામના 30 ઘરોમાં તિરાડો જોવા મળી

|

Jun 30, 2023 | 4:42 PM

ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને વરસી રહ્યો છે. જેના કારણે ઉત્તરકાશી જિલ્લાના મસ્તડી ગામમાં જમીન ધસી જવાને કારણે ગામના અનેક ઘરોમાં તિરાડો જોવા મળી રહી છે. જમીન ધસી પડવાથી અને ત્યારબાદ તેમના મકાનોમાં તિરાડો પડવાને કારણે ગામના લોકોમાં ગભરાટ ફેલાયો છે.

Uttarkashi: જોશીમઠ બાદ હવે ઉત્તરકાશીમાં ખતરો, મસ્તડી ગામના 30 ઘરોમાં તિરાડો જોવા મળી
Uttarkashi

Follow us on

Uttarkashi Sinking: ઉત્તરાખંડના જોશીમઠ (Joshimath) બાદ હવે ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનનો ખતરો ઉભો થયો છે. ચોમાસાની શરૂઆતથી જ ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને વરસી રહ્યો છે. જેના કારણે ઉત્તરકાશી જિલ્લાના મસ્તડી ગામમાં જમીન ધસી જવાને કારણે ગામના અનેક ઘરોમાં તિરાડો જોવા મળી રહી છે. જમીન ધસી પડવાથી અને ત્યારબાદ તેમના મકાનોમાં તિરાડો પડવાને કારણે ગામના લોકોમાં ગભરાટ ફેલાયો છે.

તિરાડોના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મસ્તડી ગામમાં લગભગ 30 ઘરોમાં તાજેતરમાં તિરાડો પડી છે. ઘરોમાં તિરાડો પડી જવાથી લોકો ચિંતિત છે અને વહીવટીતંત્ર પાસેથી તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવાની માગ કરી રહ્યા છે. અહેવાલ મુજબ ઉત્તરકાશી જિલ્લાના મસ્તડી ગામમાં તિરાડોના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. મસ્તડી ગામના પ્રધાન સત્યનારાયણ સેમવાલે કહ્યુ કે ગામના ઘણા ઘરોમાં તિરાડો પડી છે, જે ચિંતાનો વિષય છે. અમને ચિંતા છે કે ભવિષ્યમાં શું થશે, જો તિરાડોને કારણે ખતરો વધશે તો લોકો કેવી રીતે જીવન જીવશે.

આ પણ વાંચો : Amit Shah Udaipur Rally: ગેહલોત સરકાર કન્હૈયાલાલના આરોપીઓની ધરપકડ કરવા માંગતી ન હતી, NIA એ કરી ધરપકડ

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

મસ્તડી ગામના પ્રધાને જણાવ્યું કે સરકારે આ મુદ્દે ઝડપથી ધ્યાન આપવું જોઈએ અને લોકોની સલામતી માટે પગલાં લેવા જોઈએ. પ્રધાન સત્યનારાયણ સિંહે વધુમાં કહ્યું કે વહીવટ તંત્રએ તાત્કાલિક ગંભીર રીતે અસરગ્રસ્ત 30 ઘરોમાં રહેતા પરિવારના તમામ સદદ્યોને ટ્રાન્સફર કરવા જોઈએ.

ઉત્તરકાશીમાં ભૂકંપ પછી ભૂસ્ખલનનું જોખમ વધ્યું

લોકોના જણાવ્યા અનુસાર વર્ષ 1991માં ઉત્તરકાશીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આ વિસ્તારમાં જમીન ધસવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી અને ત્યારથી જ જમીન ધસી જવાનો ભય યથાવત છે. ગામના રહેવાસીઓએ જણાવ્યું કે 1997માં ઉત્તરકાશીમાં આવેલા ભૂકંપ બાદ ભૂસ્તરશાસ્ત્રીઓની એક ટીમ ગામમાં સર્વે કરવા આવી હતી. તેના સર્વે રિપોર્ટમાં ટીમે ભૂસ્ખલનની સમસ્યાનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચન કર્યું હતું.

અસરગ્રસ્ત વિસ્તારમાં નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવશે

ગ્રામજનોનું કહેવું છે કે ભૂસ્તરશાસ્ત્રીની ટીમની સૂચના છતા સરકાર દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેના કારણે જ આજે ફરીથી સમગ્ર વિસ્તારમાં ભૂસ્ખલનનો ભય છે અને ઘણા મકાનોમાં તિરાડો દેખાઈ રહી છે. ઉત્તરકાશી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું કે, ભૂસ્તરશાસ્ત્રીઓની એક ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે. નિષ્ણાતોના રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article