દેશના ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ઉતર પ્રદેશના 8 શહેરો, જાણો ક્યુ શહેર છે સૌથી વધુ પ્રદૂષિત ?

દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં ઉત્તર પ્રદેશના વૃંદાવન શહેરને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં AQI 477 નોંધવામાં આવ્યું હતું. ઉપરાંત દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં ઉત્તર પ્રદેશના આઠ શહેરનો સમાવેશ થાય છે. પ્રદુષણને લઈને હાલ ઉતરપ્રદેશમાં ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.

દેશના ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ઉતર પ્રદેશના 8 શહેરો, જાણો ક્યુ શહેર છે સૌથી વધુ પ્રદૂષિત ?
Air Pollution - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 3:03 PM

Air Pollution : દેશમાં દિવાળી બાદથી જ ઘણા મોટા શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (Air Quality Index) ગંભીર શ્રેણીમાં રહ્યો છે. દિલ્હીમાં ત્રણ દિવસ બાદ એક્યુઆઈમાં (AQI) સુધારો થયો છે, જો કે દિલ્હીની હવા હજુ પણ સંપુર્ણ સ્વચ્છ નથી. આ રેન્કિંગમાં ઉતર પ્રદેશનું વૃંદાવન દેશમાં સૌથી પ્રદૂષિત શહેરોમાં પ્રથમ સ્થાને છે, જ્યાં AQI 477 નોંધવામાં આવ્યો હતો. દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોપ-5માં સામેલ તમામ શહેરો ઉત્તર પ્રદેશના છે. ઉપરાંત ઉત્તર પ્રદેશના આઠ શહેરો ટોપ 10માં સામેલ છે.

વધતા પ્રદુષણે વધારી ચિંતા !

ઉત્તર પ્રદેશના વૃંદાવન શહેર સિવાય અન્ય શહેરોમાં પણ પ્રદુષણને (Pollution) લઈને ચોંકાવનારી બાબત સામે આવી છે. આ રેન્કિંગમાં આગ્રા 469 AQI સાથે બીજા સ્થાને, ગાઝિયાબાદ 432 AQI સાથે ત્રીજા સ્થાને, કાનપુર 430 AQI સાથે ચોથા સ્થાને અને હાપુર પાંચમા સ્થાને રહ્યુ છે. તમને જણાવી દઈએ કે, આ રેન્કિંગમાં સામેલ ટોપ -5 શહેરો ઉત્તર પ્રદેશના છે. તેમજ ટોપ 10 માં ઉત્તર પ્રદેશના 8 શહેરો અને હરિયાણાના બે શહેરોનો સમાવેશ થાય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

દિવાળી બાદ પ્રદૂષણના સ્તરમાં અચાનક વધારો થયો

સોમવાર દિલ્હી માટે થોડી રાહત લાવ્યો. ઘણા દિવસો બાદ દિલ્હીના (Delhi Pollution) AQI માં સુધારો જોવા મળ્યો હતો. સોમવારે દિલ્હીનો AQI 385 રહ્યો હતો. આ રેન્કિંગમાં દિલ્હી 16મું સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયુ છે. દિવાળી બાદ પ્રદૂષણના સ્તરમાં અચાનક વધારો થયો છે.

કેટલો AQI સંતોષકારક ?

તમને જણાવી દઈએ કે 0-50 વચ્ચેનો AQI શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે 51-100 સંતોષકારક, 101-200 મધ્યમ, 201-300 ખરાબ, 301-400 અત્યંત ખરાબ અને 401-500 ગંભીર અને જોખમી ગણવામાં આવે છે.

પ્રદુષણ માપવા માટે આ પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવે છે

પ્રદુષણ માપવા માટે આઠ પ્રદૂષક પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં પાર્ટિક્યુલેટ મેટર (PM) 10, PM2. 5, ઓઝોન (O3), સલ્ફર ડાયોક્સાઇડ (SO2), નાઇટ્રોજન ડાયોક્સાઇડ (NO2), કાર્બન મોનોક્સાઇડ (CO), લીડ (Pb) અને એમોનિયા (NH3) વિસ્તારના AQI મેળવવામાં મુખ્ય પરિમાણો તરીકે કામ કરે છે.

આ પણ વાંચો: Zika Virus: તો શું પ્લેનથી કાનપુર પહોંચ્યો ઝિકા વાયરસ ? એરફોર્સે તપાસ ન કરી હોત તો ડિટેક્ટ જ ન થાત વાયરસ

આ પણ વાંચો: Corona vaccine : શું બેકાર થઇ જશે કોરોના વેક્સિનના કરોડો ડોઝ ? બુસ્ટર ડોઝની મંજૂરીથી અટકશે ડોઝની બરબાદી ?

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">