Tirupati Laddu Controversy : લાડુ વિવાદ બાદ,’નંદિની’ ઘીથી હવે તિરુપતિના લાડુ બનશે

|

Sep 24, 2024 | 2:43 PM

તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા વપરાતા ઘીમાં ભેળસેળ બાદ હવે લાડુમાં નંદિની બ્રાન્ડના ધીનો ઉપયોગ થશે. જેને કર્ણાટક મિલ્ક ફેડરેશન બનાવે છે. તો ચાલો આજે આપણે નંદિની ધીની સંપૂર્ણ માહિતી જાણીએ.

Tirupati Laddu Controversy : લાડુ વિવાદ બાદ,નંદિની ઘીથી હવે તિરુપતિના લાડુ બનશે

Follow us on

તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરની ચરબી અને અન્ય ભેળસેળ વસ્તુઓથી બબાલ મચી ગઈ છે. આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે હવે ખુબ આ લેબ રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. જેમાં તિરુપતિના લાડુમાં ભેળસેળની પુષ્ટિ કરી છે. સરકારે લાડુના ઘીના સપ્લાય કરવા માટે કંપની બદલી છે. જૂની કંપનીને બ્લેકલિસ્ટ કરવાના પણ સમાચાર છે. હવે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ લાડુ બનાવવા માટે નંદિની બ્રાન્ડની ઘીનો ઉપયોગ કરશે. કંપનીને સપ્લાય ઓર્ડર પણ આપી દીધો છે.

દક્ષિણ ભારતમાં દરેક ઘરમાં નંદિની ફેમસ

ઉત્તર ભારતમાં જેવી રીતે અમૂલ કે મધર ડેરી મશહુર છે તેવી રીતે દક્ષિણ ભારતમાં દરેક ઘરમાં નંદિની ફેમસ છે. નંદિની કર્ણાટકની સૌથી મોટી બ્રાન્ડ છે. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ફેમસ છે. નંદિની બ્રાન્ડના માલિકના હક કર્ણાટક કો ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન લિમિટેડ પાસે છે. વિવાદ વચ્ચે મંદિરને શુદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં શુદ્ધિકરણ માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.

લાડુ વચ્ચે રાજનીતિનો પણ આરોપ

લાડુ વિવાદ પર રાજનીતિ પણ ગરમાય છે.જગન મોહન રેડ્ડીએ તિરુમલામાં ધી ભેળસેળના આરોપને લઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે,તે પોતાના 100 દિવસના શાસનથી જનતાનું ધ્યાન ભટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, નાયડુ એવા વ્યક્તિ છે જે રાજનીતિના લાભ માટે ભગવાનનો પણ ઉપયોગ કરે છે. તેમણે કહ્યું આ ધ્યાન ભટકાવવાની રાજનીતી છે.

જાહ્નવી શ્રીમાંકર અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે
શું તમને પણ રહે છે Dry Eyesની સમસ્યા? તો જાણો ઘરેલુ ઉપચાર
T20 વર્લ્ડ કપમાં માત્ર મહિલાઓ જ કરશે અમ્પાયરિંગ, જાણો કેટલો મળે છે પગાર?
કાશ્મીરી રાજમા આ રીતે બનાવી તમારા ડિનરને બનાવો ખાસ
Salt : મીઠું અસલી છે કે નકલી? ઘરે સરળતાથી કેવી રીતે ઓળખવું
ભારતની રાજધાની રહી ચુક્યુ છે આ હિલ સ્ટેશન, વરસાદ આવતા જ બની જાય છે સ્વર્ગ

કર્ણાટક સરકારનો નિર્દેશ

કર્ણાટક સરકારના નવા નિર્દેશ મુજબ તમામ મંદિરોમાં થનારા અનુષ્ઠાનો જેમ કે, દીપ પ્રગટ, પ્રસાદ તૈયાર કરવા તેમજ ભક્તોને ભોજન પીરસવાની પ્રકિયામાં માત્ર નંદિની ધીનો જ ઉપયોગ કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, મિલ્ક ફેડરેશન એટલે કે, કેએમએફ એક ડેરી કોઓપરેટિ છે. જે નંદિની બ્રાન્ડના નામથી દૂધ,દહીં,ધી,માખણ,આઈસ્ક્રીમ,ચોકલેટ અને મિઠાઈ જેવી પ્રોડ્કટ વેંચે છે. કેએમએફની સ્થાપના વર્ષ 1974માં થઈ હતી. આ વિવાદ બાદ કર્ણાટક મિલ્ક ફેડરેશને કહ્યું કે, તેમને ભેળસેળયુક્ત ઘી સાથે કોઈ લેવાદેવા નથી. કેએમએફે ધી છેલ્લી વખત 2020માં તિરુપતિ મંદિરમાં સપ્લાય કર્યું હતુ.

Next Article