કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતીની ટિકિટ ₹ 500માં મળશે, પૂજારીઓ પાસે હશે પોતાનો ડ્રેસ કોડ, લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણયો

વારાણસીના ડિવિઝનલ કમિશનર ઓડિટોરિયમમાં યોજાયેલી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની 104મી બોર્ડ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની વધતી જતી ભીડને જોતા ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતીની ટિકિટ ₹ 500માં મળશે, પૂજારીઓ પાસે હશે પોતાનો ડ્રેસ કોડ, લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 11:18 AM

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતીની ટિકિટ હવે ₹350ના બદલે ₹500માં ઉપલબ્ધ થશે. તે જ સમયે, સપ્ત ઋષિ આરતી, શ્રૃંગાર ભોગ આરતી, મધ્યાહન ભોગ આરતીની ટિકિટ ₹180ને બદલે ₹300 હશે. ટિકિટના વધેલા દરો 1 માર્ચથી લાગુ કરવામાં આવશે. આ સાથે હવે મંદિરમાં પૂજારીઓ માટે સમાન ડ્રેસ કોડ રહેશે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની વધતી જતી ભીડને જોતા ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંગળા આરતીની ટિકિટ ₹350ને બદલે ₹500માં મળશે. તે જ સમયે, સપ્ત ઋષિ આરતી, શ્રૃંગાર ભોગ આરતી, મધ્યાહન ભોગ આરતીની ટિકિટ ₹180ને બદલે ₹300 હશે. ટિકિટના વધેલા દરો 1 માર્ચથી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત મંદિરનું પોતાનું ધાર્મિક અને સાંસ્કૃતિક કેલેન્ડર પણ હશે અને પૂજારીઓ હવે એક પ્રકારના ડ્રેસ કોડમાં જોવા મળશે.

વારાણસીના ડિવિઝનલ કમિશનર ઓડિટોરિયમમાં યોજાયેલી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની 104મી બોર્ડ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સાથે જ ટ્રસ્ટના સભ્યોએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે, મેડાગીન અને ગોદૌલિયા ખાતે વાહનો અટવાવાના કારણે દર્શનાર્થીઓને મંદિરે પહોંચવામાં ભારે અગવડતા વેઠવી પડે છે. આવી સ્થિતિમાં મંદિરની બાજુમાંથી પહેલ કરીને સુવિધા માટેનું કામ હાથ ધરવા માંગ ઉઠી છે. આ અંગે ટ્રસ્ટના સભ્યો સહિત તમામ અધિકારીઓએ તેની શક્યતા ચકાસવા અને મહાનગરપાલિકા અથવા ટ્રાફિક વિભાગનો સહકાર લેવા જણાવ્યું હતું.

iPhone vs Android : ઓનલાઈન ખરીદીમાં અલગ-અલગ કિંમત દેખાવાનું કારણ શું ?
ગુજરાતના આ જિલ્લામાં ભગવાન શ્રી રામે ખાધા હતા શબરીના એઠાં બોર, જુઓ Video
રોહિતે સચિન-ધોનીની કરી બરાબરી, વિરાટ બન્યો સૌથી ખરાબ બેટ્સમેન
કાનનો કચરો કેવી રીતે સાફ કરવો ? જાણી લો 6 ઘરેલુ નુસખા
શું તમે દરરોજ ઘી વાળી રોટલી ખાઓ છો? જાણો શરીર પર શું અસર થાય
યશસ્વી જયસ્વાલની બેટિંગ દરમિયાન મેદાનમાં ફરતી છોકરી કોણ છે?

બોર્ડની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોઃ-

-શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં આખા વર્ષ માટે ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કેલેન્ડર તૈયાર કરવામાં આવશે.

-તેમજ આંતરીક સમિતિની રચના કરી ટ્રસ્ટની ડાયરી માર્ચ માસમાં પ્રસિદ્ધ કરવાની તૈયારીઓ કરવાનું પણ નક્કી કરાયું હતું.

-કાશી હિંદુ યુનિવર્સિટી અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

-સફાઈ કામદારો સહિત અન્ય કામદારોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે.

-કર્મચારીઓના સેવા નિયમોને આખરી ઓપ આપવા માટે રચાયેલી સમિતિને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

-કેનેરા બેંક CSR તરફથી મળેલા ભંડોળથી મંદિર ચોકમાં પ્રી-ફેબ્રિકેટેડ કવરિંગ શેડ સ્થાપિત કરવાના નિર્ણયને મંજૂરી આપી.

-મંદિરમાં એકરૂપતા લાવવા માટે ટ્રસ્ટ દ્વારા પૂજારીઓ અને અર્ચકો માટે ડ્રેસ કોડના 2 સેટ આપવામાં આવશે.

-CEO સુનિલ કુમાર વર્માએ વર્ષ 2022-23 માટે કુલ 105 કરોડની આવક અને 40 કરોડના ખર્ચનો લક્ષ્યાંક રાખ્યો છે.

મંદિરના પ્રમુખ પ્રોફેસર નાગેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે મંદિરની ગરિમા અને વ્યવસ્થા સુધારવાની જવાબદારી મંદિરના અધિકારીઓ તેમજ ટ્રસ્ટના સભ્યોની છે, તેથી આપણે સૌએ સાથે મળીને મંદિરની ગરિમા મુજબ વ્યવસ્થા કરવામાં સહકાર આપવો જોઈએ. .

બોર્ડની બેઠકના અધ્યક્ષ પ્રો. નાગેન્દ્ર પાંડે, વિભાગીય કમિશનર કૌશલ રાજ શર્મા, જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) એસ. રાજલિંગમ, સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ડૉ. સુનિલ વર્મા, મંદિરના ટ્રસ્ટી ચંદ્રમૌલી ઉપાધ્યાય, પંડિત પ્રસાદ, દીક્ષિત વેંકટ રમણ, પ્રોફેસર બ્રિજભૂષણ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
g clip-path="url(#clip0_868_265)">