AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

I am realy sorry papa….ડાયરીમાં લખ્યુ અને 9માં માળેથી 3 બહેનોએ ઝંપલાવ્યુ, ડાયરીમાં કોરિયન ગેમ્સનો ઉલ્લેખ

‘True Life Story, Read Now…’ ડાયરી ઉપર આવુ છેલ્લુ લખાણ અને ત્રણ બહેનોએ એક સાથે એક ઈમારતના 9માં માળેથી ઝંપલાવ્યુ. આ ઘટના પછી આ ત્રણેક સગીર બહેનોના પરિવાર અચંબાની સાથે શોકમાં ગરકાવ થઇ ગયો છે. સુસાઇડ નોટમાં 3 બહેનોએ તેમના માતાપિતાની માફી અને ડાયરીમાં 'કોરિયન ગેમ્સ'નો ઉલ્લેખ છે.પોલીસના જણાવ્યા અનુસાર, મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધથી દુઃખી થવાને કારણે તેઓએ આ પગલું ભર્યું હતું.

I am realy sorry papa....ડાયરીમાં લખ્યુ અને 9માં માળેથી 3 બહેનોએ ઝંપલાવ્યુ, ડાયરીમાં કોરિયન ગેમ્સનો ઉલ્લેખ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2026 | 12:15 PM
Share

‘True Life Story, Read Now…’ ડાયરી ઉપર આવુ છેલ્લુ લખાણ અને ત્રણ બહેનોએ એક સાથે એક ઈમારતના 9માં માળેથી ઝંપલાવ્યુ. આ ઘટના પછી આ ત્રણેક સગીર બહેનોના પરિવાર અચંબાની સાથે શોકમાં ગરકાવ થઇ ગયો છે. સુસાઇડ નોટમાં 3 બહેનોએ તેમના માતાપિતાની માફી અને ડાયરીમાં ‘કોરિયન ગેમ્સ’નો ઉલ્લેખ છે.પોલીસના જણાવ્યા અનુસાર, મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધથી દુઃખી થવાને કારણે તેઓએ આ પગલું ભર્યું હતું. પોલીસ હવે ફોરેન્સિક રિપોર્ટ દ્વારા ‘ઓનલાઇન ટાસ્ક’ પાછળની સત્યતા તપાસી રહી છે.

ગાઝિયાબાદના ભારત સિટી સોસાયટીમાં મૃત્યુને ભેટી પડેલી ત્રણ સગીર બહેનોએ ‘True Life Story, Read Now…’ લખેલા આ છેલ્લા શબ્દો છે. નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરનાર આ બહેનોની સુસાઇડ નોટ અને ડાયરી હવે સમગ્ર કાવતરા અને તેમની માનસિક અશાંતિનો સાક્ષી છે.

ગાઝિયાબાદવા ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટેલા આ સામૂહિક આત્મહત્યાના કિસ્સામાં, પોલીસે ઘટનાસ્થળેથી એક ડાયરી કબજે કરી છે, જેમાં રડતી આંખોની છબીઓ હતી. છોકરીઓએ લખ્યું “આઈ એમ રીયલી સોરી પપ્પા… આઈ લવ યુ, મમ્મી એન્ડ પપ્પા.” ડાયરીના પાનાઓ કોરિયન ગેમ્સ પ્રત્યેના તેમના જુસ્સાનો પણ ઉલ્લેખ કરે છે. પોલીસના જણાવ્યા મુજબ, સુસાઇડ નોટમાં તેમના મૃત્યુને “સાચી જીવનકથા” તરીકે વર્ણવવાથી કોઈ ઊંડા માનસિક તણાવ કે ઓનલાઈન કાર્યનો સંકેત મળે છે.

શું કોરિયન લવર્સ ગેમ અને મોબાઈલ ફોન પર પ્રતિબંધ કારણભૂત બન્યો?

ગાઝિયાબાદના ડીસીપી નિમિષ પાટીલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો, જેમાં જણાવ્યું કે નિશિકા (16), પ્રાચી (14) અને પાખી (12) ઓનલાઈન મોબાઈલ ગેમ્સના ખૂબ જ વ્યસની હતા. છોકરીઓ પાસે પોતાના ફોન નહોતા. તેઓ તેમના માતાપિતાના ફોન પર ગેમ્સ રમતી હતી. થોડા સમય પહેલા તેમના પરિવારે તેમના ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેનાથી તેમના અભ્યાસ પર અસર પડી રહ્યો હતો, ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા.

સાથે જમતા, સાથે નહાતા, મોતને પણ સાથે ભેટ્યા

સોસાયટીના સભ્યો અને પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, ત્રણેય બહેનો એકબીજાની ખૂબ નજીક હતી. તેઓ બધું જ સાથે કરતી હતી – સ્નાન કરવું, ખાવું, શાળાએ જવું અને સૂવું. આના કારણે તેમના આત્મહત્યાના પ્રયાસ પણ સાથે થયા. સવારે 2 વાગ્યે ત્રણેય ભારત સિટી બી-1 ટાવરમાં ફ્લેટ નંબર 907 ની બાલ્કનીમાંથી કૂદી પડ્યા.

ઓનલાઈન ટ્રેડિંગ અને બે પત્નીઓ સાથેનો પરિવાર

આ ત્રણેય સગીર દીકરીઓના પિતા, ચેતન કુમાર, ઓનલાઈન ટ્રેડિંગમાં કામ કરે છે. એવું જાણવા મળ્યું છે કે ચેતને બે વાર લગ્ન કર્યા હતા અને છેલ્લા ચાર વર્ષથી તેની બે પત્નીઓ અને બાળકો સાથે એક જ સોસાયટીમાં રહેતો હતો. બંને પત્નીઓ સગી બહેનો છે. પોલીસ પરિવારની પૃષ્ઠભૂમિ અને બાળકોની શાળામાં ગેરહાજરી પાછળના કારણોની પણ તપાસ કરી રહી છે.

ફોરેન્સિક તપાસમાં થઇ શકે છે વધુ ખુલાસા

પોલીસે પરિવારના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મોબાઈલની ફોરેન્સિક તપાસ પછી જ સ્પષ્ટ થશે કે તે કઈ ‘ટાસ્ક આધારિત કોરિયન ગેમ’ રમી રહી હતી અને શું તેને કોઈ બહારના વ્યક્તિ દ્વારા આ પગલું ભરવા માટે ઉશ્કેરવામાં આવી હતી.

જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
g clip-path="url(#clip0_868_265)">